દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ જિલ્લા કલેકટર તથા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર ડીડીઓ તથા તાજેતરમાં વલસાડ જિલ્લા કલેકટર પદેથી નિવૃત્ત થનાર આર.આર. રાવલને સરકારે ફરી પાછા ફરજમાં લીધા છે. તથા મહત્વના એવા યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારી તરીકે આઈ.એ.એસ. અધિકારી આર.આર. રાવલની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર પદે રહી ચૂકેલા અને જિલ્લામાં અગાઉ સુંદર કામગીરી કરનાર તેમજ ત્યારબાદ ગાંધીનગર ખાતે શેડયુઅલ ટ્રાઈબ વિભાગમાં સારી દાખવનાર આઈ.એ.એસ. જે.જી. ડોડીયાને પણ ફરીથી ફરજમાં લેવાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews