સોમનાથ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન કેશુભાઇ પટેલની નવમી માસીક પૂણ્યતિથીએ નિદાન કેમ્પ યોજાયો

0

સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની નવમી માસીક પુણ્યતિથીએ સાંસ્કૃતીક ભવન ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરાયેલ હતું. જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા પરીક્ષણ કરી દવા આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીએ ઓનલાઇન જાેડાઇ ટ્રસ્ટ દ્વારા થતી પ્રવૃતીઓમાં મેડીકલ કેમ્પ, કુપોષીત બાળકો માટે પોષણક્ષમ આહાર વિતરણ, વિકલાંગ કેમ્પ સહીતની પ્રવૃતિઓથી સૌને માહીતગાર કરેલ હતા. આ કેમ્પમાં ડો.હીંમતભાઇ વોરા, ડો.બાબુભાઇ કાછડીયા, ડો. આર.ડી. સાવલીયા,  ડો. ડી.કે. વાજા, ડો.મીનલબા વાળા, ડો. વરાજસિંહ વાળા, ડો.બાબુભાઇ, ડો.નીધીબેન જાવીયા સહીતની ટીમ દ્વારા ૧૧૯ જેટલા દર્દીઓનું ચેકઅપ કરી સચોટ માર્ગદર્શન તથા દવા આપેલ હતી. આ કેમ્પ પથ વિજય ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટના વજુભાઇ પારેખ, સોમનાથ ટ્રસ્ટ, હમીરજી ગોહીલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે યોજાયેલ હતો. કેમ્પમાં સેવા આપેલ ડોકટરો સહીતની ટીમનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયેલ હતું તેમ હમીરજી ગોહીલ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાળાએ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!