ભારત બાયોટેકની કોવેક્સિન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે પણ અસરકારક છે : આઈસીએમઆર

0

ભારત બાયોટેકની કોવેક્સિન કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે પણ અસરકારક છે તેમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ(આઇસીએમઆર) તરફથી કરાયેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે. આઇસીએમઆર તરફથી ભારત બાયોટેકે દેશની પ્રથમ કોરોના વિરૂદ્ધની વેક્સિન બનાવી છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં દેખાયા બાદ તેના ઝડપથી ફેલાવાને કારણે દેશમાં બીજી ઘાતક લહેર આવી હતી. કોવેક્સિનની અસરકારકતા ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ ૬૫.૨ ટકા છે. ત્યારબાદ ડેલ્ટાએ એવાય.૧, એવાય.૨ અને એવાય.૩માં ફેરવાઇ ગયો હતો. હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેકે જુલાઇમાં જણાવ્યું હતું કે, કોરોનાના લક્ષણો વાળા લોકોમાં કોવેક્સિન ૭૭.૮ ટકા અસરકારક છે જ્યારે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ તે ૬૫.૨ ટકા અસરકારક છે. કોવેક્સિનને બ્રાઝિલ, ભારત, ઇયુએ સહિતના ૧૫ દેશોમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ હતી અને વિશ્વભરમાં ૫૦ દેશોમાં તેની મંજૂરીની પ્રક્રિયા ચાલું છે. ભારતે આ વર્ષે ૩ જાન્યુઆરીએ જ કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી હતી તે સમયે વેક્સિનની અસરકારકતાનો ડેટા પણ જાહેર થયો ન હતો. માર્ચમાં જાહેર થયેલા એક મધ્યસ્થી રિપોર્ટમાં કોવેક્સિનને કોરોના વિરૂદ્ધ ૮૧ ટકા અસરકારક ગણાવી હતી. એપ્રિલમાં બીજા રિપોર્ટમાં તેને ૧૦૦ ટકા અસરકારક ગણાવી હતી. રાજ્યસભામાં સરકાર તરફથી કહેવાયું હતું કે, ભારતે ૯મી જુલાઇએ જ કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી માંગી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!