સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની રદ કરાયેલ કલમ ૬૬-એ હેઠળ નોંધાયેલ કેસો બાબતે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસો મોકલાવી હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ના વર્ષમાં આ કલમને ગેરબંધારણીય જાહેર કરી રદ કરી હતી. આ કલમ હેઠળ પોલીસને ઓનલાઈન વાંધાજનક સામગ્રી મૂકવા બદલ ધરપકડ કરવાની સત્તા હતી. આ વર્ષે ૫મી જુલાઈએ જજ આર.એફ. નરીમાનની બેન્ચે અવલોકન કર્યું હતું કે, અમને જાેઇને આંચકો લાગ્યો છે કે પોલીસ હજુ સુધી રદ કરાયેલ કલમ હેઠળ કેસો નોંધી રહી છે. ઁેંઝ્રન્એ અરજી દાખલ કરી જણાવ્યું હતું કે, દેશમાં બધા રાજ્યોમાં કલમ ૬૬-એ હેઠળ કેસો નોંધવામાં આવી રહ્યા છે. ૨૦૧૫ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે શ્રેયા સિંઘલના કેસમાં ચુકાદો આપ્યો હતો અને આ કલમ અસ્પષ્ટ અને મનસ્વી શબ્દોમાં ઘડાયેલ હોવાથી રદ કરી હતી. આ કેસમાં સરકારે સોગંદનામું દાખલ કરી જણાવ્યું હતું કે, બંધારણ મુજબ પોલીસ અને કાયદો વ્યવસ્થા રાજ્યનો વિષય છે. એ માટે આ કલમના દુરૂપયોગ બદલ રાજ્ય સરકારો જવાબદાર છે. આજની સુનાવણીમાં જજ નરીમાને બધા રાજ્યોને નોટિસો મોકલાવી જવાબ માંગ્યો હતો અને હાઈકોર્ટોના રજિસ્ટ્રારોને સૂચના આપી હતી કે આ કાર્ય ચાર અઠવાડિયાઓમાં થવું જાેઈએ. જજ નરીમાને ઁેંઝ્રન્ના વકીલને કહ્યું કે, અમને સંયુક્ત આદેશ પસાર કરવો પડશે કારણ કે પોલીસ રાજ્યનો વિષય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews