જૂનાગઢ કૃષિ યુનિ.નાં ૪૧ પી. એચ. ડી. વિદ્યાર્થીઓની SHODH સ્કોલરશીપ માટે પસંદગી કરાઈ

0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અલગ અલગ વિષયોના પી.એચ.ડી અભ્યાસક્રમો ચાલે છે. જે અંતર્ગત ૪૧ પી.એચ.ડી વિદ્યાર્થીઓની SHODHસ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શોધ scheme of developing High quality Reaserch અંતર્ગત દર વર્ષે પી.એચ.ડી માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને રૂા.૧૫૦૦૦ નું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને આનુસંગિક ખર્ચ માટે વાર્ષિક રૂા.૨૦,૦૦૦ પણ આપવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની સજ્જતા વધશે જેનાથી ગુજરાતની જ્ઞાનસંપદામાં બહુલક્ષી વૃદ્ધિ થશે તેમજ રાજ્યમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓનો સમુદાય તૈયાર થશે તેમજ અન્ય ઘણા લાભો પ્રાપ્ત થશે. આ સ્કીમ હેઠળ કૃષિ યુનિવર્સિટીની જુદી-જુદી વિદ્યાશાખાઓના કુલ ૪૧  વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ અન્વયે પસંદગી કરવામાં આવેલ છે. આ સ્કોલરશીપ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને કુલપતિ ડો. વી.પી.ચોવટીયા દ્વારા સર્વે વિદ્યાર્થીઓ, કુલસચિવ ડો.પીએમ ચૌહાણ, યોજનાના યુનિવર્સિટી નોડલ અધિકારી ડો.એન.કે. ગોટીંયા, યુનિવર્સિટી અધિકારીઓ અને યોજના સાથે સંકળાયેલા તમામ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!