ગઈકાલે સંવેદના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેવાસેતુ કાર્યક્રમના રાજયવ્યાપી છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરાવતા રાજયની વિધવા બહેનો પુર્નઃ લગ્ન કરી પગભર બને તે માટે યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રૂા.પ૦ હજારની સહાય વિધવા બહેનોને સરકાર આપશે. આ ઉપરાંત કોરોનામાં માતા કે પિતા બેમાંથી કોઈ એક વાલી ગુમાવનાર બાળકને એક વાલી યોજના હેઠળ સહાય આપવાનું પણ જાહેર કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ ઉપર આડકતરા કટાક્ષ કરતા જણાવ્યું હતું કે અમારી વર્તમાન સરકાર જાડી ચામડીની નહિં, પરંતુ ગરીબો, પીડિતો, શોષિતો માટેની સંવેદનશીલ સરકાર છે. સમાજના નબળા વર્ગોની સેવા એ જ અમારો મંત્ર છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના જન્મ દિવસે જાહેરાત કરતા જણાવ્યું કે રાજયની વિધવા મહિલાઓના સમાજમાં પુર્નઃસ્થાપન માટે ગંગા સ્વરૂપ પુર્નઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત રાજય સરકાર રૂા. પ૦ હજાર આપશે. વૈધવ્ય જીવન જીવતી મહિલા પુર્નઃલગ્ન કરવા પ્રેરાય અને પગભર બની નવું જીવન જીવે તે માટે આ યોજના શરૂ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે અન્ય એક જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોના કાળમાં માતા કે પિતા કોઈ એક વાલી ગુમાવનાર બાળકને પણ રાજય સરકાર રૂા.ર હજાર પ્રતિમાસ આર્થિક સહાય એક વાલી યોજના અંતર્ગત આપશે. કોરોનાકાળમાં પોતાના પાલનહાર ગુમાવનાર એક પણ બાળક નિરાધાર ન રહે અને આર્થિક સહાય મેળવી ઉજજવળ કારકિર્દી ઘડી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ સેવાસેતુને રાજય સરકારની સંવેદનશીલતાનું આગવું ઉદાહરણ ગણાવી કહ્યું કે હવે લોકોને પોતાના સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહી નથી. લોકોના કામ કરવા સરકાર સામે ચાલીને એમના દ્વારે આવી છે. તેમણે વધુમાં કહ્યું કે સેવાસેતુ બાદ હવે ઈ-સેવાસેતુના માધ્યમથી લોકો જરૂરી સરકારી પ્રમાણપત્રો, દાખલા, યોજનાકીય લાભ વગેરે ઘરે બેઠા મેળવી રહ્યા છે. સરકારે વિવિધ વિભાગોની પપ સેવાઓને ઈસેવાસેતુ સાથે જાેડી દીધી છે. ઓપ્ટિકલ ફાઈબરની જાળ બીછાવી ગુજરાતના ગામડાઓને બ્રોડબેન્ડ કનેકિટવિટી આપી છે સેવાસેતુ અમલથી પારદર્શકતા લાવી ભ્રષ્ટાચારને દુર કરવા રાજય સરકાર કટિબદ્ધ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews