ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર ‘કાગળ’ ઉપર, રાજયમાં રોજ કરોડોનો દારૂ ઠલવાય છે : કોંગ્રેસ

0

ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પરંતુ માત્ર કાગળ ઉપર જ હોય તેમ બીજા રાજ્યો કરતાં વધુ દારૂ ઠલવાય છે. ખુદ ભાજપના નેતાઓ જ સરકારને દારૂના વેચાણની ફરીયાદ કરે છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આપેલા આંકડાઓ મુજબ ર૦૦ કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે, તે જાેતા ભાજપે ચૂંટણી જીતવા અસામાજિક તત્ત્વોનો દુરૂપયોગ કર્યો એટલે તેમને બેરોકટોક દારૂ વેચવાના પરવાના આપ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશીના જણાવ્યા પ્રમાણે નર્મદા એસપીએ પત્ર લખેલો કે પોલીસ જ દારૂના ખેપિયાઓનું પાયલોટિંગ કરીને મદદ કરે છે, જે ગંભીર બાબત છે. ભરૂચના ભાજપના સાંસદે પણ પત્ર લખીને ગુજરાતમાં પણ ખૂણે-ખૂણે દારૂ મળે છે તેની ફરિયાદ કરી હતી, તે ઉપરાંત પાટણના ભાજપના સાંસદનો ઓડિયો પણ જણાવે છે કે, સમગ્ર ગુજરાતમાં દારૂ બેરોકટોક મળે છે, આમ રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર છે. રોજ કરોડોની કિંમતનો દારૂ રાજ્યમાં પકડાય છે. એક તરફ રાજ્ય સરકાર ઉજવણીઓ કરે છે અને બીજી બાજુ દારૂ બેરોકટોક મળે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં એક અભિયાન શરૂ કર્યું હતું જે અંતર્ગત ૨૧૫ કરોડનો ગેરકાયદેસર દારૂ કબજે કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એપ્રિલ ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૨૦ દરમ્યાન રાજ્યમાં દરરોજ ૩૪ લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડાયો હતો. જ્યારે રાજ્ય સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં દારૂની પરમિટથી ૧૯ કરોડ રૂપિયાની આવક થઈ છે, આમ મુખ્યમંત્રીએ ર૧પ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયાનો સ્વીકાર કર્યો છે તેનો મતલબ હકિકતમાં ર૦ હજાર કરોડનો દારૂ આવે છે. રાજ્યના ગૃહમંત્રીએ પણ પાટણમાં દારૂના અનેક કેસ થયાનું નિવેદન આપ્યું છે. આ સર્વે મુજબ, દારૂની છૂટ ધરાવતા રાજસ્થાનમાં ૨.૧ ટકા લોકો, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ૩.૫ ટકા લોકો દારૂ પીવે છે. જ્યારે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ૩.૯ ટકા લોકો દારૂનું સેવન કરે છે. બીજી તરફ બિહારમાં ૦.૯ ટકા લોકો દારૂ પીવે છે. બિહારમાં ગુજરાત બાદ ૨૦૧૬થી દારૂબંધી લાગુ કરવામાં આવી છે. છતાં ત્યાં ગુજરાત કરતા પણ વધુ કડકપણે દારૂબંધીનો અમલ થતો હોય તે સ્પષ્ટ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે, હાલમાં જ રાજ્યમાં ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવા મામલે દાખલ થયેલી પિટિશનની હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન એડવોકેટ જનરલે કહ્યું હતું કે, રાજ્યમાં ૬.૭૫ કરોડની વસ્તીમાં માત્ર ૨૧ હજાર લોકોને જ હેલ્થ પરમિટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમિટ જેવી ટેમ્પરરી પરમિટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર ૬૬ હજાર લોકો પાસે પરમિટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં ૭૧ વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.

રાજ્યમાં કઈ જગ્યાએ લાઈસન્સથી દારૂ વેચાય છે ?

રાજ્યમાં હાલ કુલ ૬૬ જગ્યાઓ ઉપર લાઈસન્સથી દારૂનું વેચાણ થાય છે, જેમાં અમદાવાદમાં ૧૮ હોટલો, આણંદમાં ૪, અંકલેશ્વરમાં ૧, ભરૂચમાં ૩, ભાવનગરમાં ૨, ભૂજમાં ૪, મુદ્રામાં ૨, ગાંધીધામમાં ૨, ગાંધીનગરમાં ૩, જામનગરમાં ૨, જૂનાગઢમાં ૨, ગીર-સોમનાથમાં ૧, મહેસાણામાં ૧, નડિયાદમાં ૧, રાજકોટમાં ૫, સુરતમાં ૫, સુરેન્દ્રનગરમાં ૧ અને વડોદરામાં ૭ હોટલોનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!