ગુજરાત રાજયની સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રપ ટકા ફી માફીની જાહેરાત કરી હતી પરંતુ તેનું પાલન નવા સત્રમાં નહી થતા ગુજરાત વાલી એકતા મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. સ્કૂલ બંધ હોવા છતાં પ૦ ટકા ફી માફીની માંગણી કરી હતી જેની સામે રપ ટકા ફી માફીની રાહત આપવામાં આવી હતી. છતાં મોટા ભાગની સ્કૂલોએ સરકારનાં નિર્ણયનું ઉલ્લંઘન કરીને પુરેપુરી ફી વસુલવાનું શરૂ કર્યું છે. જેની સામે જીલ્લા શિક્ષણાધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે. સરકારની ઢીલી નીતિ સામે વાલીઓમાં ભારે રોષ સાથે નારાજગી જાેવા મળી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews