Tuesday, September 27

ચીનમાં થઇ રહેલ મુશ્કેલી વચ્ચે ફીશની વેલ્યુ એડેડ પ્રોડકટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા ફીશ એક્ષપોર્ટરોને નવ નિયુકત પ્રમુખ કેતનભાઇ સુયાણીનો અનુરોધ

0

દેશને કરોડોનું વિદેશી હુંડીયામણ રળી આપતા સી ફૂડ એક્ષપોર્ટ એસોસીએશન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન)ની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આગામી વર્ષ માટે સંસ્થાના નવા પ્રમુખ સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તકે નવનિયુકત પ્રમુખ કેતનભાઇ સુયાણીએ ચીનના માર્કેટમાં સ્થાનીક ફીશ એક્ષપોર્ટરોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે તે અંગે કહેલ કે, હવે ફીશની વેલ્યુ એડેડ પ્રોડકટ ઉપર ધ્યાન આપી ચીનના માર્કેટ ઉપર આધાર રાખવા કરતા બીજા દેશોની માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા અનુરોધ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કોરોના અને કુદરતી આફતોના કારણે ગુજરાતમાંથી થઇ રહેલ ફીશ એક્ષપોર્ટમાં ક્રમશઃ ઘટાડો નોંધાય રહયો હોય તે અંગે ચિંતા વ્યતકત કરી કપરી સ્થિતિમાંથી વ્હેેલીતકે બહાર આવવાનો આશાવાદ વ્યકત કરાયો હતો. તાજેતરમાં દિવ ખાતે સી ફૂડ એક્ષપોર્ટ એસોસીએશન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન) ની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં સંસ્થાનાં વર્તમાન હોદેદારો સહિત વેરાવળ, પોરબંદર, માંગરોળ તથા દિવના ફીશ એક્ષપોર્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભામાં ૨૦૨૦-૨૧ના વાર્ષિક હિસાબો તથા ઓડીટ રીપોર્ટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. બાદમાં સંસ્થાની પ્રણાલીકા મુજબ વર્તમાન હોદેદારોની મુદત પુરી થઇ હોવાથી નવી નિમણુંકો કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કિશનભાઈ ફોફંડી દ્વારા નવા પ્રમુખ તરીકે કેતનભાઈ સુયાણીના નામની દરખાસ્ત કરેલ જેને સૌએ ટેકો આપતા સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી. બાદમાં ઉપપ્રમુખ તરીકે કરશનભાઈ સલેટ (પોરબંદર) તથા સાજીદભાઈ પટણી (વેરાવળ) અને સેક્રેટરી તરીકે નરેશભાઈ વણીકની પણ સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી. આગામી બે વર્ષ માટે ઓડીટર તરીકે વર્ષાબેન માલામડીની નિમણુંક કરાયેલ હતી. વર્તમાન સમયમાં સી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે તેમાંથી વ્હેલીતકે નિકળી જશું તેવી આશા છે. ફીશ એક્ષપોર્ટરને ચીનમાં માલની નિકાસ કરવામાં અને માલનું પેમેન્ટ ત્યાંથી મેળવવામાં થઇ રહેલ મુશ્કેલીને ટાંકીને સભામાં નવા પ્રમુખ કેતનભાઈ સુયાણીએ પોતાના ઉદબોધનમાં કહેલ કે, જયારે વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે તેમાં રહેલી નવી તકો પણ આપણે જાતે જ શોધવી પડશે અને તો જ આ વિપરીત કપરી પરિસ્થિતિમાંથી સી ફૂડ ઇન્ડસ્ટ્રી બહાર નિકળી શકશે. જેથી હવે આપણે વેલ્યુ એડેડ પ્રોડકટ ઉપર ધ્યાન આપી ચીન સાથેના વ્યવસાય ઉપર આધાર ઘટાડી વિશ્વના બીજા દેશોની માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જાેઈએ. જેથી આપણી મુશ્કેલીનો અંત આવવાની સાથે નવા રસ્તા મળશે. ઇન્ડસ્ટ્રીઝની મુશ્કેલીઓના નિરાકરણ માટે સરકાર સાથે ચર્ચા ચાલુ રાખવી વ્હેલીતકે સકારાત્મતક પરીણામ લાવવાનો પ્રયાસ કરાશે. ઉદ્યોગના ખરાબ સમયમાં ફીશ એક્ષપોર્ટરની એકતાને બિરદાવી હતી. જયારે ઉપપ્રમુખ કરશનભાઈ સલેટે ચીન સાથે વેપારમાં આવી રહેલ મુશ્કેલી બાબતે ચર્ચા કરી હતી. લાંબા સમયથી કેન્દ્ર સરકાર પાસેથી લેણી નિકળતી સ્ઈૈંજી અને ઇર્ડ્ઢ્‌ઈઁ ની રકમ વિષે પણ ચર્ચા કરી સભ્યોના મંત્વયો જાણયા હતા. બાદમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ પીયુષભાઈ ફોફંડીનો કાર્યકાળ પૂરો થયો હોવાથી શાલ ઓઢાડી વિદાય આપવામાં આવતા તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાાન કરેલ કામગીરી રજુ કરી હતી. સભામાં સંસ્થાના સભ્યોે એવા ફીશ એક્ષપોર્ટરો લખમભાઈ ભેંસલા, કિશનભાઈ ફોફંડી, ઈસ્માઈલભાઈ મોઠીયા, ધનસુખભાઈ પીઠડ, ધનસુખભાઇ વઘાવી, નરેશભાઇ ગોહેલ, પોરબંદરના વિરેન્દ્રભાઈ જુંગી, હરેશભાઈ સોલંકી સહિતના એક્ષપોર્ટરો હાજર રહયા હતા.  કોરોના અને કુદરતી આફતોના લીધે સી ફૂડ ઇન્ડોસ્ટ્રીઝ મુશ્કેલીમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કોરોના અને કુદરતી આફતોના કારણે ફીશ એક્ષપોર્ટમાં ક્રમશઃ ઘટાડો નોંધાયેલ જાેવા મળે છે. જેને પણ સી ફૂડ ઇન્ડફસ્ટ્રીઝની ચિંતા વધારી છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ફીશ એક્ષપોર્ટને સરકારી એમપીઇડીએ સંસ્થામાંથી મળેલ આંકડાકીય માહિતી મુજબ ૨૦૧૮-૧૯ ના વર્ષમાં ગુજરાતમાંથી વિશ્વના દેશોમાં ફીશની ૩,૦૫,૮૩૬ ટનની નિકાસ અને રૂા.૫,૧૮૩.૪૮ કરોડ (૭૪૧.૯૩ મીલીયન)નું ટર્નઓવર, ૨૦૧૯-૨૦ ના વર્ષમાં ફીશની ૨,૭૯,૫૨૦ ટનની નિકાસ અને રૂા.૫,૦૦૪.૪૭ કરોડ (૭૧૪.૧૧ મીલીયન)નું ટર્નઓવર, ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ફીશની ૧,૮૬,૭૦૭ ટનની નિકાસ અને રૂા.૪,૨૨૦.૯૯૭ કરોડ (૫૭૬.૬૮ મીલીયન)નું ટર્નઓવર થયેલ છે. આમ છેલ્લાા ત્રણ વર્ષથી ફીશની નિકાસમાં થયેલ નોંધપાત્ર ઘટાડો જ સીફૂડ ઇન્ડમસ્ટ્રીઝ કેવા કપરા સમયમાંથી પસાર થઇ રહી છે તેનો ચિતાર આપતું હોવાનું સી ફુડ એક્ષપોર્ટ એસો.ના સેક્રેટરી નરેશભાઇ વણીકએ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!