જૂનાગઢ શહેરનાં બે સ્થળોએ તેમજ બાંટવા અને વિસાવદર પંથકમાં જુગાર દરોડા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દિવાન ચોક વિસ્તારમાંથી અજયભાઈ બાલકૃષ્ણ મોજડીયા (ઉ.વ.પ૩) રહે. ઝાંઝરડા રોડ વાળાને વરલી મટકાનાં આંક ફરકનાં જુગારની હારજીત કરી રોકડ રૂા.રપ૧પ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દોલતપરા નજીકથી દિલીપભાઈ રણછોડભાઈ ફલીયા (ઉ.વ.૬૩)ને વરલી મટકાનાં જુગાર અંગે રૂા. ૧૦૬૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે.
વિસાવદર તાલુકાનાં હાજાણી પીપળીયા ગામે ચોકકસ બાતમીનાં આધારે વિસાવદર પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ ૭ શખ્સોને રૂા. પ૭,પ૩૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત બાંટવા ખાતે બાંટવા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ચુનારાવાસ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૧૪૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!