સંસદમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન એ સંવિધાન અને લોકશાહીનું અપમાન : વડાપ્રધાન

0

પેગાસસ મામલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે. મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ દ્વારા સંસદ ના ચાલવા દેવા, પેપરો ફાડવા અને બિલો પસાર થવાની પ્રક્રિયા ઉપર વાંધાજનક ટિપ્પણીઓ ઉપર આરોપ લગાવ્યો હતો કે, તેઓ સંવિધાન અને લોકશાહીનું અપમાન કરી રહ્યા છે. જાે કે, સંસદી પ્રક્રિયામાં અડચણરૂપ પેગાસસ મુદ્દે ચર્ચાની વિપક્ષની માંગણીનો ઉલ્લેખ સુદ્ધાં વડાપ્રધાને ઉલ્લેખ કર્યો નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર અને પાર્ટી સાંસદોએ દરેક એ પગલાં ઊઠાવવા જાેઈએ જેનાથી ગૃહને સુચારૂ રીતે ચલાવી શકાય. આ પહેલાં બીજેપી સંસદીય દળની બેઠકમાં ઓબીસી વર્ગને મેડિકલના અભ્યાસમાં ૨૭ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા આરક્ષણ આપવા માટે સાંસદોને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા. બેઠકમાં પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અન્ય નેતા પણ સામેલ થયા. આ પહેલાં ૨૭ જુલાઈના પણ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર જાેરદાર નિશાન સાધતા કહ્યું હતું કે, આ પાર્ટી સંસદ નથી ચાલવા દેતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે કોવિડ-૧૯ ઉપર બેઠક બોલાવવામાં આવી તો કોંગ્રેસે બહિષ્કાર પણ કર્યો અને અન્ય દળોને આવવાથી રોક્યા. પીએમ મોદીએ સાંસદોને આગ્રહ કર્યો કે, કોંગ્રેસ વિપક્ષના આ કાર્યને જનતા અને મીડિયા સામે એક્સપોજ કરે. પીએમ મોદીએ સાંસદોને કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર ૭૫ ગામ જાય, ૭૫ કલાક રોકાય. ગામોમાં દેશની ઉપલબ્ધીઓ, દેશની આઝાદી આ તમામ ચીજાે વિષે લોકોને જણાવે. તેમણે કહ્યું કે, એ ખાતરી કરવી પડશે કે આઝાદીના ૭૫ વર્ષનો આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ બનીને ના રહી જાય. આ કાર્યક્રમમાં દેશના જન-જનની ભાગેદારી હોવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે, પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાઓના મુદ્દે બંને ગૃહોની કાર્યવાહીમાં સતત અડચણ આવી રહી છે. સરકાર અને વિપક્ષ વચ્ચેનો મતભેદ દૂર થઈ રહ્યો નથી. ઓગસ્ટ મહિનાના પ્રથમ વર્કિંગ ડે એટલે કે સોમવારે પણ કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સંસદ સત્ર ૧૯ જુલાઈથી શરૂ થયું છે. જાે કે, વધુ સમય વિપક્ષના સાંસદોના હંગામા અને વિરોધમાં જ બગડ્યો છે. આ દરમ્યાન નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર છતાં આર્થિક સ્થિતિમાં સતત સુધારો થતો જાય છે. ભારતની વિદેશી થાપણો ઓલટાઈમ હાઈ છે જ્યારે જીએસટી કલેક્શન પણ વધ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!