અગાઉની સજાનો આધાર રાખી ચુકાદા અપાશે તો લોકો લોક અદાલતમાં ભાગ લેવાનું બંધ કરી દેશે : હાઇકોર્ટ

0

દારૂ પીવાના કેસમાં એક વ્યક્તિને આઠ જિલ્લામાંથી તડીપાર કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જાે લોક અદાલતમાં સામાન્ય દંડ કે કોર્ટ ઉઠતા સુધીની સજા થઈ હોય તેને આધાર રાખીને સત્તાવાળાઓ દ્વારા તેમની સામે બીજા કેસોમાં વધુ કડક પગલાં ભરવામાં આવશે, તો કોઈ લોક અદાલતમાં ભાગ લેવાનું બંધ કરી દેશે. કોર્ટે નોંધ્યું હતું કે, લોક અદાલતમાં સમાધાન માટે સામાન્ય ગુનાના કેસો મૂકવામાં આવે છે. લોકો પોતાની સામેના કાનૂની કેસોથી છૂટકારો મેળવવા માટે ગુનો કબૂલી લેતા હોય છે તેઓને રૂા.૧૦૦ સુધીનો દંડ કે પછી કોર્ટ ઊઠે ત્યાં સુધીની સજા સંભાળવવામાં આવતી હોય છે અને કેસ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ જાે વ્યક્તિ દ્વારા બીજાે ગુનો કરવામાં આવ્યો હોય અને લોક અદાલતમાં થયેલી સજાનો આધાર રાખીને તેને તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવે તો તે એક વિચાર માંગી લેતો પ્રશ્ન છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો તેને તડીપાર કરવામાં આવ્યો હતો તેની સામે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાંથી તડીપાર કરવાનો આદેશ આપ્યો હતો. કેસની સુનાવણી નીકળતા સરકારી વકીલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તેને સજા થયેલી છે તેથી તેને તડીપાર કરવામાં આવ્યો હતો. જાે કે, કોર્ટે તડીપાર કરવાના આદેશ સામે હાઇકોર્ટે મનાઈ હુકમ આપ્યો હતો. આ કેસનો આદેશ કર્યા બાદ કોર્ટે સરકારી વકીલને ધ્યાન દોર્યું હતું કે, સામાન્ય કેસોનો નિકાલ કરવા માટે તે લોક અદાલતમાં મૂકીને ફેંસલો કરવામાં આવે છે. ઘણા કેસોમાં લોકો કેસોથી છૂટકારો મેળવવા માટે ગુનો કબૂલ કરી લેતા હોય છે અને તેમને પાંચ- પચીસ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. પરંતુ તેના આધારે તેને આવા સંજાેગો ભોગવવા પડે તે એક વિચાર માંગતો પ્રશ્ન છે. જાે આવું જ કરવામાં આવશે તો પ્રજા લોક અદાલતમાં ભાગ લેવાનું બંધ કરી દેશે. આપણી પાસે આવા ૨૦-૨૦ વર્ષ જૂના કેસો છે કે જેમાં વ્યક્તિ દારૂ પીને લડથડિયા ખાતો જતો હોય અને પકડાયો હોય છે. આવા કેસોમાં બહારની વ્યક્તિ વધારો હોય છે અને જામીન લીધા બાદ તે મળી આવતા નથી, તેમને નોટિસ બજતી નથી.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!