રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું હતું કે, BU પરમિશન મેળવવા માટે આપવામાં આવેલ છૂટછાટનો અર્થ એ નથી કે એની સાથે ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાથી મુક્તિ મળી ગઈ છે અને ફાયર સેફટી એક્ટ ૨૦૧૩ હેઠળ ફાયર સેફટી નિયમોના પાલનમાંથી પણ મુક્તિ મળી છે. ૮મી જુલાઈના જાહેરનામા જણાવ્યું હતું કે, BU પરમિશનની ગેરહાજરીમાં ૩૧મી ડિસેમ્બર ૨૦૨૧ પછીના ત્રણ મહિના સુધી કોઈ કડક પગલા નહીં લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરી ગુજરાતની હોસ્પિટલો માટે ફાયર સેફટી અને ફાયર એનઓસીના મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકારના ૮મી જુલાઈના જાહેરનામા સંદર્ભે કહી રહી હતી જેમાં સરકારે હોસ્પિટલોને માર્ચ ૨૦૨૨ સુધી BU નિયમોમાં છૂટછાટ આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારના જાહેરનામાનું અર્થ થાય છે કે આ હોસ્પિટલોએ ઉપરોક્ત સમય સુધી નિયમોનું પાલન નહીં કરવું. પણ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બધી હોસ્પિટલોને તાત્કાલિક ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને લઇ ગુજરાત સરકારે ૨૩મી જુલાઈએ બીજાે આદેશ જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, ૮મી જુલાઈનો આદેશ ફક્ત ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટને લાગુ પડે છે અને નહીં કે ફાયર સેફટી એક્ટ ૨૦૧૩ને લાગુ પડે છે. એ માટે ફાયર સેફટી એક્ટની જાેગવાઈઓના ભંગ બદલ કડક પગલા પણ લેવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે BU પરમિશન અને ફાયર સેફટી સર્ટિફિકેટ બંને જુદી જુદી પ્રક્રિયાઓ છે. સરકારે જણાવ્યું હતું કે, ૨૮મી જુલાઈ સુધી ૧૧૦૧ હોસ્પિટલોએ ફાયર સેફટી સર્ટિફિકેટ લીધેલ નથી. સરકારે જણાવ્યું કે, અમે ૧૫૦૦થી વધુ હોસ્પિટલોને કારણ દર્શાવો નોટિસો મોકલાવી છે અને ૩૦ હોસ્પિટલોનું પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે અને ૧૮૫ હોસ્પિટલોને અંશતઃ સીલ કર્યું છે. રાજ્યમાં કુલ ૫૭૦૫ હોસ્પિટલો છે એમાંથી ૪૬૦૪ હોસ્પિટલો પાસે ફાયર સર્ટિફિકેટ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews