માંગરોળ તાલુકા કામનાથ સીમશાળાએ કાર્યક્રમો યોજાયા

0

માંગરોળ તાલુકા કામનાથ સીમશાળાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નપૂર્ણા યોજના હેઠળ ‘વનનેશન વનરેશનકાર્ડ’કલીપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ‘રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા’ હેઠળ પચાસ લાખ લાભાર્થીઓને સમાવેશ અંગેની ફિલ્મનું નિદર્શન અને નીતિનભાઈ પરમાર અને જિલ્લાના આગેવાન રણછોડભાઈ ગોસિયાનું સન્માન કર્યા બાદ તાલુકા ભાજપ મહામંત્રી દાનભાઈ ખાંભલાએ પ્રાસંગીક પ્રવચનમાં કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાંથી લઈ દિવાળી સુધી લોકોને મફત અનાજ આપતા પ્રધાનમંત્રીના શાસનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈનું લાઈવ પ્રસારણ બાદ વડાપ્રધાનનું લાભાર્થી સાથે સીધો સંવાદ અને ઉદબોધન નિહાળી કિટ વિતરણ બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!