કેશોદ મુકામે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ‘આધાર મહિલા મંડળ’ના નામથી મહિલા આર્ત્મનિભર બને તે હેતુથી રચના કરવામાં આવી છે. કોરોનાની પરિસ્થિતિ પછી જે સામાન્ય લોકોની રોજી રોટી ઉપર જે અસર થઈ છે ત્યારે આવી સંસ્થા કાર્યરત થતાં મહિલાઓ દ્વારા કૌટુંબીક ભાવનાથી એક છત નીચે પોતાની આવડત અને પ્રતિભાનો ઉપયોગ કરી સાચા અર્થમાં આર્ત્મનિભર બનાવવા તરફનો સાચો અને નવતર પ્રયાસ છે. કે. ટી. દેવાણીના જણાવ્યા મુજબ હાલ સાત પરિવારની બહેનો દ્વારા કોઈ પણ જાતની ફી લીધા વિના દરેક જ્ઞાતિની બહેનો દ્વારા આ મંડળની રચના કરવામાં આવી છે. સંસ્થા દ્વારા થયેલ પ્રવૃત્તિઓમાંથી થયેલ આવકને સમાન ભાગે વહેંચવાની આદર્શ પધ્ધતિ અપનાવવામાં આવશે. આ સંસ્થા દ્વારા આગમી શ્રાવણ માસમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને શુદ્ધ ગુલાબ સિંગતેલ, ફોચ્યુન વેસણ તથા બ્રાન્ડેડ કાચા માલમાંથી ફરસાણ, મીઠાઈ બનાવી વેંચાણ કરવામાં આવશે. આ ઉપરાંત ટીફીન સેવા પણ શરૂ કરવામાં આવશે તેમજ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી પેટીશ તથા ફરાળી વાનગીઓની હોમ ડીલીવરી કરવામાં આવશે. સંસ્થાનું સંચાલન રાખીબેન કારીયા, સી.એ. રિદ્ધિ સોઢા તથા કિર્તીબેન દેવાણી દ્વારા કરવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews