મુખ્યમંત્રીશ્રીનાં  જન્મદિન નિમિત્તે  જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં બક્ષીપંચ મોરચા દ્વારા ફ્રુટ વિતરણ કરાયું

0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિત્તે બક્ષીપંચ મોરચા દ્વારા આખા ગુજરાતમાં દરેક સિવિલ હોસ્પિટલ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગર અને જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને સુકો નાસ્તો, સુખડી અને મિનરલ વોટરની એક બોટલ આપીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિનને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, જૂનાગઢ મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા નટુભાઈ પટોલિયા, ભાજપ આગેવાન યોગીભાઈ પઢિયાર, જૂનાગઢ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિનોદ ચાંદેગરા, મહાનગર બક્ષીપંચ મોરચાના મહામંત્રી જયભાઈ પઢિયાર અને મહામંત્રી સંજયભાઈ ગોસ્વામી અને શહેરની ટીમ  અને જિલ્લા  બક્ષીપંચ મોરચા પ્રમુખ  વિક્રમભાઈ સિસોદિયા, જીલ્લા બક્ષીપંચ મોરચાની ટીમ અને જૂનાગઢ મહાનગરના અને જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!