જૂનાગઢ જીલ્લા દુધ સંઘ દ્વારા મુખ્યમંત્રીના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસ નિમિત્તે તથા સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તે બદલ જૂનાગઢ જીલ્લા દુધ સંઘ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના જન્મ દિન નિમિત્તે જૂનાગઢ દુધ સંઘ તેમજ તેને સલગ્ન મંડળીઓ દ્વારા અંદાજીત ર૦૦૦ વૃક્ષો વાવીને મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં જૂનાગઢ જીલ્લા દુધ સંઘ દ્વારા પશુઓના નિભાવ માટે પ૦ ટકા રાહત ભાવે પશુદાણ પણ આપેલ છે તેમજ ૧૦ દિવસ સુધી જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વિનામૂલ્યે પશુ સારવાર કેમ્પનું પણ આયોજન કરેલ છે તેમ સંઘ ચેરમેન આર.જે. ભેટારીયાની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!