જૂનાગઢ જીલ્લા પંચાયતનાં મહિલા પ્રમુખે માંગરોળ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી

0

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ કટારીયા સાથે તેમના પ્રતિનિધિ અને જિલ્લા સહકારી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર દિનેશભાઈ કટારીયાએ માંગરોળ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમ્યાન  બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, મહામંત્રી ધનસુખભાઈ હોદાર, આશિષભાઈ પંડ્યા, નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી, જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલ્લામિયા સૈયદ, જિલ્લા ભાજપના મંત્રી માલદેભાઇ ભાદરકા, બક્ષીપંચ મોરચાના જિલ્લાના ઉપાધ્યક્ષ રણછોડભાઈ ગોસીયા, માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન ચેતનભાઈ કગરાણા, શહેર ભાજપ ઉપપ્રમુખ  રમેશભાઇ પરમાર, શહેર ભાજપ પત્રકાર સેલના કન્વીનર નીતિનભાઈ પરમાર, અખ્લાકભાઈ ભાભા, યુવા મોરચાના પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમા, કિસાન મોરચાના પ્રમુખ શિવાંગભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!