આરબીઆઈ દ્વારા કરન્ટ એકાઉન્ટ અંગે લીધેલો નિર્ણય હાલ મોકુફ રાખવા વેપારીઓની માંગ

0

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણય અંગે વેપારી મંડળોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. બેંકોમાં અનેક કરન્ટ ખાતા ધરાવતા વેપારીઓને અસરકર્તા બનતા નિર્ણયની બાબત એ છે કે, એકથી વધારે બેંકોમાં ખાતા ધરાવતા વેપારીઓએ પોતાનું બેંક એકાઉન્ટ એક જ બેંકમાં ચાલું રાખી શકશે તેમજ આ ખાતા દ્વારા આર્થિક વ્યવહારો કરી શકશે તેવી સૂચના જારી કરેલ છે. ત્યારે આ ઓચિંતા નિર્ણયથી અનેક વેપારીઓને અસર થવા જઈ રહી છે. વિવિધ વેપારી મંડળની માંગ એવી છે કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વેપારીઓનાં બેંક ખાતા અંગે લેવાયેલ નિર્ણય હાલ મોકૂફ રાખવા રજૂઆતો કરવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ન્યુઝ મીડિયા મારફત રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલા અને વેપારીઓને ગંભીર રીતે અસરકર્તા એક ર્નિણયની જાણ થઈ છે. આ ર્નિણયનાં નિયમ મુજબ, જે કોઈ વેપારી એમનું કરંટ એકાઉન્ટ એક કરતા વધારે બેંકમાં ધરાવતાં હોય તો અથવા જે કોઈ વેપારીએ સીસી, ઓડી, લોન દ્વારા બેંક પાસેથી ધીરાણ એક અથવા વધારે બેંક પાસેથી લીધેલું હોય અને એજ વેપારીનાં કરંટ એકાઉન્ટ એક અથવા વધુ બેંકોમાં હોય તો એમણે કોઈ એક જ બેંકમાં જરૂરિયાત મુજબનું એક જ એકાઉન્ટ રાખવાનું રહેશે. ટુંકમાં એક વેપારી પેઢીએ ગમે તે એક જ બેંકમાં કરંટ અથવા લોન એકાઉન્ટ રાખવાનું રહેશે. “વન ફર્મ-વન બેંક એકાઉન્ટ” ઉપર મુજબનો ર્નિણય રીઝર્વ બેંક દ્વારા વેપારીઓ બેંક પાસેથી લોન કે ધીરાણ મેળવીને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ માત્ર ધીરાણ ઉપાડીને બીજા કોઈ જ ટ્રાન્ઝેક્શન્સ વ્યવહાર ન કરે અને બીજી બેંકમાં કરંટ એકાઉન્ટ શરૂ કરીને એમાં જ આર્થિક લેવડ દેવડ અથવા માત્ર કેશ કલેક્શન કરવા માટેનો જ ઉદેશ ધ્યાનમાં આવતાં જે કોઈ વેપારી આવી હોંશિયારી કરે છે તેને અટકાવવાનો છે એવી આરબીઆઈની રજુઆત છે. આવી પરિસ્થિતિમાં સુકા પાછળ કાયમ  લીલુ બળતું હોય છે. પાડાનાં વાંકે પખાલીને જ ડામ મળે છે. એવી જ સ્થિતિ પ્રામાણિક અને નિષ્ઠાવાન વેપારીઓની સાથે થયેલ છે. આ ર્નિણયની જાણ માત્ર ઈમેલ દ્વારા કરવામાં આવી છે. તેમજ બેલેન્સ માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર કોઈ જ પ્રકારની માહિતી આપ્યા વગર કે બેંકો દ્વારા ક્લાયન્ટનું કેવાયસી ફરીથી અપડેટ કર્યા વગર જ આવા ર્નિણયો અમલમાં ન મુકવા જાેઈએ.  આવા દૂરગામી ગંભીર અસરો ધરાવતા ર્નિણયોની જાણ  ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનોને અગાઉથી જાણ કરીને કે મીડિયા દ્વારા આ બાબતે વિસ્તૃત માહિતી આપીને અગાઉથી માહિતગાર કરવા જ જાેઈએ. અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે, જે વેપારીઓએ  કોરોના કાળ દરમ્યાન  પેમેન્ટ માટેના ચેક અગાઉથી આપેલા છે એમને આ નિયમ લાગું પડવાથી બેંકોએ તાત્કાલિક અસરથી કરંટ એકાઉન્ટ બંધ કરીને, ઈસ્યુ કરેલા ચેક બાઉન્સ થતાં વેપારીઓને ભયંકર આર્થિક નુકશાન થયેલ છે. જે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જેવી બહુ જ પ્રતિષ્ઠિત સંસ્થા માટે આ એક ભુલ અક્ષમ્ય અને કાળા ધબ્બા સમાન છે. બેકીંગ સેક્ટર હવે જ્યારે ગ્રાહક સમર્થક સેવા માટે તત્પર હોય છે ત્યારે આવા ર્નિણયોની જાણ અગાઉ કરવી જ જાેઈએ અન્યથા ર્નિણયને થોડા સમય માટે મોકૂફ રાખવો જાેઈએ. સમગ્ર દેશનાં બધા જ ફેડરેશન્સ અને ચેમ્બર ઓફ કોમર્સે આ માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જાણ કરીને યોગ્ય કરવા માટેની રજૂઆત કરવી જાેઈએ તેમ ધી જૂનાગઢ ગ્રેઈન સીડ્‌ઝ એન્ડ સુગર મર્ચન્ટ એસોસીએશનનાં સેક્રેટરી નિતેશભાઈ સાગલાણી તેમજ કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશનનાં ઉપપ્રમુખ હિતેષકુમાર સંઘવીની એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!