પોરબંદર શહેર મંડળનાં સાંસ્કૃતિક સેલનાં હોદ્દેદારોની વરણી કરાઈ

0

ભારતીય જનતા પાર્ટી પોરબંદર જીલ્લા પ્રમુખ દ્વારા તા.૪-૮-૨૦૨૧નાં રોજ સાંસ્કૃતિક સેલનાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં કલાકારો માટે કામ કરતી ભારતની સૌથી મોટી સંસ્થા ગુજરાત કલાવૃદનાં પોરબંદર જીલ્લાનાં હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટી પોરબંદર જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત કલાવૃદનાં સંસ્થાપક સંજય પંડ્યા, હીરેન જાેશી, ટ્રસ્ટી સનતભાઇ પંડ્યા, જીતુભાઈ પરમાર તથા દેવ ભટ્ટે પોરબંદર જીલ્લા પ્રમુખ કીરીટભાઇ મોઢવાડીયા તથા શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયાનો આભાર માનેલ છે. સાથે સાથે પોરબંદર જીલ્લા સાંસ્કૃતિક સેલનાં નવનિયુક્ત હોદ્દેદારોમાં કન્વિનર જાહીદ નાગોરી, સહકન્વિનર મનસુખગીરી ગોસ્વામી, સભ્ય રવીભાઇ, કપીલભાઇ, રણજીતભાઈ, ભીખુભાઈ તથા મહેશભાઈને શુભકામનાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!