માંગરોળમાં નારી ગોૈરવ દિવસની ઉજવણી કરાઈ

0

જૂનાગઢ જિલ્લા મહીલા મોરચા દ્વારા માંગરોળ બંદરે સોમનાથ  ભવન ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. શીલના મહિલા પી.એસ.આઇ ઊંજીયા મેડમે મહિલાઓને નારી વિષે ખૂબ સરસ સંબોધન કર્યું હતું. આ તકે  સમાજ સેવિકા તૃપ્તિબેન અને વકીલ પ્રકાશબાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન માલમને મહામંત્રી મમતાબેન રાવલ તેમજ રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, મહામંત્રી ધનસુખભાઈ  હોદાર, દાનાભાઈ ખાંભલા, નર્સિંગભાઈ, તાલુકા મહામંત્રી ગીતાબા, જિલ્લા મહિલા મોરચા મંત્રી પ્રકાશબા, શહેર મહિલા  મોરચાના મહામંત્રી ઉષાબેન ગોસિયા, વાસંતીબેન ગોહેલ, જયશ્રીબેન તેમજ માંગરોળ શહેર મહિલા મોરચાના મોટી સંખ્યામાં બહેનો હાજર રહેલ હતા. બહેનોને વિધવા સહાય અને સરકારની બીજી અનેક યોજનાઓની માહિતી આપી હતી. તેમજ આગળ જે બહેનોને લાભ નથી મળ્યો એમને આપવા માટે રજુઆત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!