યાત્રાધામ દ્વારકા જગતમંદિર બાદ છેલ્લા દશકામાં આ નિર્મિત ગોમતી નદી ઉપર ઝૂલતો પૂલ સુદામા સેતુ એ યાત્રાધામના પ્રમુખ પર્યટન સ્થળો પૈકી આગવી ઓળખ બની ગયો છે. વર્ષ ૨૦૧૬ માં યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની લોકભાગીદારીથી તૈયાર કરાયેલ આ બેનમૂન ઝુલતા પુલનું લોકાર્પણ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ગોમતી નદીના સામા કાંઠે આવેલ પંચતીર્થ નામના તીર્થ સ્થળે ઉપરાંત યાત્રાધામમાં આવતા સહેલાણીઓ માટેનું પ્રમુખ પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સુદામા સેતુની અંદાજિત ૪૬ લાખ જેટલા સહેલાણીઓએ મુલાકાત લીધી છે. જેમાં વર્ષ ૨૦૧૬માં ૮ લાખ ૫ હજાર, ૨૦૧૭માં ૧૦ લાખ ૨૭ હજાર, ૨૦૧૮માં ૧૧લાખ ૫૩ હજાર,૨૦૧૯માં ૧૦ લાખ ૯૪ હજાર તથા ૨૦૨૦માં ૪ લાખ ૩૪ હજાર જેટલા સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં કોરોના માહામારી કારણે મોટાભાગે સુદામા સેતુ બંધ રહ્યો હોય પ્રમાણમાં સહેલાણીઓ મુલાકાત લઈ શક્યા હતા. ચાલુ વર્ષે પણ કોરોના વચ્ચેના સમયગાળામાં પણ જુન માસ સુધીમાં ૪ લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે. દ્વારકાધીશના પરમ ભક્ત તેમજ રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ તથા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સહયોગથી નદી ઉપર નિર્મિત બેનમૂન સુદામા સેતુ તેના નિર્માણ બાદથી જ દ્વારકા આવતા તીર્થયાત્રીઓ તેમજ સહેલાણીઓ માટે પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews