જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે પ્રેમલગ્નનાં મનદુઃખે હુમલો : સાત સામે ફરીયાદ

0

જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે રહેતા ધીરૂભાઈ બોઘાભાઈ દલસાણીયા કોળી (ઉ.વ. પ૦)એ બટુકભાઈ ઉર્ફે રવજીભાઈ મગનભાઈ ગોહેલ, રાહુલ બટુકભાઈ ઉર્ફે રવજીભાઈ ગોહેલ તેમજ પાંચ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના ફરીયાદીનાં દિકરાએ આ કામના આરોપી બટુકભાઈ ગોહેલની દિકરી રવિના સાથે પ્રેમલગ્ન કરેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી બટુકભાઈ ઉર્ફે રવજીભાઈ તથા તેનો દિકરો રાહુલ અને પાંચ અજાણ્યા શખ્સોએ લાકડી, ધારીયુ, કુહાડી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી અને આરોપીઓ મોટર સાયકલ લઈ ફરીયાદીની વાડીએ આવી અને ફરીયાદી સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીનાં મોટા દિકરાની પત્ની અસ્મીતાબેનને ઈજા કરી તેમજ ફરીયાદીનાં દિકરા હીરાભાઈની કાયદેસરની પત્ની રવીનાબેન સાથે ઝપાઝપી કરી અને પકડી તેમજ રવીનાબેનની મરજી ન હોવા છતાં બળજબરીથી ટીંગાટોળી કરી મોટર સાયકલમાં બેસાડી રવીનાબેનનું અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!