કોયલી પાસે ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતી કાર ઝડપાઈ : બે સામે કાર્યવાહી

0

વંથલી તાલુકાનાં કોયલી ગામની સીમ નજીકથી સી ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂની કુલ બોટલ ૩૮૪, અટીંગા ફોર વ્હીલ મળી કુલ રૂા. ૭,૬૩,ર૦૦નો મુદામાલ જપ્ત કરી બે સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. ચેતનસિંહ જગુભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે કોયલી ગામની સીમ નજીક વોચ ગોઠવી અને દરોડો પાડતાં પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરેલ હતો જેમાં અટીંગા ફોર વ્હીલ નં. જીજે-૦૧–આરવી પ૦૩૬નાં ચાલકે પોતાનાં હવાલાવાળી ફોર વ્હીલ અટીંગામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો પેટી નંગ-ર૪, બોટલ નંગ ર૮૮ અન્ય દારૂ પેટી-૪ બોટલ નંગ ૪૮, પેટી નંગ-૩ર અને કુલ બોટલ ૯૮૪ તેમજ વાહન વગેરે મળી કુલ રૂા. ૭,૬૩,ર૦૦નો મુદામાલ જપ્ત કરેલ છે. અને રાજુ ગગન સામળા તેમજ અટીંગા ફોર વ્હીલનાં ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!