પ્લાસવાની સીમમાંથી કેરીનાં બોકસ ચોરનાર ઝડપાયો

0

જૂનાગઢનાં પ્લાસવાની સીમમાંથી કેરીનાં બોકસની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી. આ ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ચોરી કરનાર અને અન્ય પાંચ વ્યકિતને કેરી ખાવાનું મન થયું હોય કેરીનાં બોકસની ચોરી કરી હતી. જૂનાગઢનાં પ્લાસવા ગામની સીમમાં આપના નેતા અતુલભાઈ શેખઠાની વાડીમાંથી બે મહિના પહેલા કેરીનાં ૪૦ બોકસ અને ૪ ખુરશીની ચોરી થઈ હતી. આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ ચોરીમાં સોનારડી ગામનો બોદુ ઉર્ફે આસીબ અબુભાઈ પલેજાની સંડોવણી ખુઈતા એલસીબી ઓફીસે તેની પુછપરછ કરતાં કહયું હતું કે ર૦ મેનાં મારી વાડીએ સાંજનાં મુસ્તક આમદભાઈ પલેજા, કાદર હસનભાઈ પલેજા, ઈમ્તીયાજ ઈસાભાઈ સાંધ, ઈમરાન હબીબભાઈ સાંધ, અનિષ ઈસ્માઈલભાઈ સાંધ આવ્યા હતાં. અને કેરી ખાવી હોય પ્લાસવાની સીમમાં એક કેરીનાં બગીચામાં ગયા હતાં. બગીચામાંથી કેરી તોડતાં હતાં ત્યાં વાડીનાં મકાનમાં કેરીનાં બોકસ હતાં. તેમાંથી ૪૦ બોકસ કાઢી લીધા હતાં. સાથે ૪ ખુરશી પણ લઈ લીધી હતી. કેરીનાં બોકસનાં ભાગ પાડી લીધા હતાં. ખુરશી કાદર અને મુસ્તાક લઈ ગયા હતાં. પોલીસે ખુરશી નંગ-૪ કિંમત રૂા. ર૦ હજારની કબ્જે કરી હતી. જાે કે કેરી ચોરી કરનાર શખ્સો ખાઈ ગયા હતાં. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, ડી.એમ. જલુ, વી.કે. ચાવડા, જયદીપભાઈ કનેરીયા, સાહિલભાઈ શમા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોલંકી, દિવ્યેશભાઈ ડાભી, મયુરભાઈ કોડીયાતર વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!