જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

0

દેવાધીદેવ મહાદેવ ભગવાન શંકરની પૂજા-ઉપાસના અને ભકિતનાં મહિમા એવા પ્રવિત્ર શ્રાવણ માસનો આગામી તા.૯ ઓગસ્ટથી પ્રારંભ થઈ રહેલ છે. ત્યારે શીવજીનાં મંદિરોમાં પૂજન, અર્ચન, આરતી અને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે ત્યારે જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજમાન શ્રી સિધ્ધેશ્વર મહાદેવ તેમજ અહીં બિરાજતા અન્ય દેવોનાં સાંનીધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ હિંડોળા ઉત્સવનું આયોજન  કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનું મહાત્મ્ય દેશ-વિદેશમાં ખુબ જ છે. આ મંદિરમાં બિરાજતા શ્રી રાધારમણદેવ, શ્રી સિધ્ધેશ્વર મહાદેવનાં પૂણ્યપ્રતાપથી અનેક ભકતોની મનોકામના પૂર્ણ થાય છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલ મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવ હાજરાહજુર બિરાજે છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીને પ્રસન્નતાર્થે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજ શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીનો અભિષેક, રૂદ્રીપાઠ, ૧૧,૦૦૦ બિલ્વપત્રથી શિવ-પૂજન, હોમાત્મક લઘુરૂદ્ર, હિંડોળા દર્શન, કથા પારાયણ જેવા અનેક કાર્યક્રમોનો ધર્મલાભ ભાવિક ભકતોને મળશે. ભગવાન સિધ્ધેશ્વર મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના આ પૂણ્યમાસમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આર્શિવાદ અને મંદિરનાં ચેરમેન કોઠારી સ્વામિ દેવનંદનદાસજીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. મંદિરનાં મહંત શા.સ્વા. પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) અને સંતો-ભકતોનાં પ્રયાસથી સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન સરકારના દિશા-નિર્દેશ અને સામાજીક અંતર જાળવીને આયોજન કરવામાં આવ્યું છે તેમ કો. પી.પી. સ્વામીએ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!