જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજને હેરીટેજનો અપાયો દરજ્જાે

0

જૂનાગઢ શહેરનું અણમોલ નજરાણું અને નવાબી શાસનકાળ દરમ્યાન તત્કાલીન જૂનાગઢનાં દિવાન બહાઉદ્દીનભાઈ દ્વારા જે કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સમય જતા સમગ્ર ગુજરાત અને દેશમાં આગવી ઓળખ પ્રાસ્થાપીત કરી છે તેવી ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની ઈમારતને હેરીટેજનો દરજ્જાે આપવામાં આવતા આનંદ અને હર્ષનાં ફુવારા છૂટયા છે. સરકાર દ્વારા રાજયની પાંચ ઈમારતોને હેરીટેઝનો દરજ્જાે અપાયો છે. જેમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજની ઈમારતનો પણ સમાવેશ થાય છે અને આગામી દિવસોમાં આ ઈમારતને તેની યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે કામગીરી કરવાની થતી હોય અને જે અંગે રૂપિયા અઢી કોરડનાં કામોની પ્રપોજલ મંગાવી હોવાનું પ્રિન્સિપાલ પી.વીે. બારસીયાએ જણાવેલ છે. જૂનાગઢ શહેરનાં કોલેજ રોડ ઉપર ઐતિહાસીક બહાઉદ્દીન કોલેજનું ભવ્ય અને જાજરમાન અને કલાત્મક બિલ્ડીંગ આવેલું છે. નવાબી શાસન સમયની આગવી ઓળખ અને એ વખતનાં ર્દિઘદ્રષ્ટતા અને જેઓએ ખૂબ જ દુરદેશી વાપરી અને ભણ્યા નહી પણ ગણ્યાનું સૂત્ર જીવંત કરનાર જૂનાગઢનાં દિવાન(વજીર) બહાઉદ્દીનભાઈએ સોરઠ પ્રદેશનાં વિદ્યાર્થીઓને અહી સારામાં સારી સવલતો શિક્ષણની મળે અને સારો અભ્યાસ થઈ શકે તે માટે જૂનાગઢમાં એક ભવ્ય બિલ્ડીંગ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું અને આ સ્વપ્ન સીધ્ધ થતા કોલેજ કાર્યરત થઈ અને અભ્યાસક્રમ શરૂ થયા. નામી અનામી વિવિધ ક્ષેત્રોમાં ટોચનાં સ્થાને બિરાજતી અનેક વિભુતીઓએ બહાઉદ્દીનભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ બિલ્ડીંગ એટલે કે જૂનાગઢની કોલેજ કે જેને નામ અપાયું હતું બહાઉદ્દીન કોલેજ અને સમય જતા વિવિધ અભ્યાસક્રમોને આ કોલેજમાં સમાવી લેવામાં આવ્યા હતા અને જેનો લાભ એટલે કે આ કોલેજમાં અભ્યાસ કરી અને વિશ્વનાં નકસા ઉપર જેઓએ યશકલગીનાં કિર્તીસ્તભો રચી દીધા છે. તેવા મહાનુભાવોને આજે બહાઉદ્દીન કોલેજનાં ભુતપૂર્વ વિદ્યાર્થી તરીકે ગોૈરવશીલ રીતે ઓળખ થાય છે અને એ જૂનાગઢવાસીઓ માટે પણ આનંદની બાબત છે. આવી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજની ઈમારતને હેરીટેજનો દરજ્જાે પ્રાપ્ત થયો છે તે જૂનાગઢ માટે ગોૈરવશીલ તો છે જ પરંતુ સાથે સોનામાં સુગંધ ભળી તેમ કહીએ તો અતીશ્યોતી નહી ગણાય.  જૂનાગઢનાં તત્કાલીન નવાબનું શાસનકાળ દરમ્યાન અનેક પ્રકારની વિકાસની યાત્રા ચાલી રહી હતી. નવાબી શાસનનાં સુર્વણયુગમાં દિવાન તરીકે નવાબનાં સાળા બહાઉદ્દીનભાઈનાં વડપણ હેઠળ અને તેમની સૂઝબુઝથી અનેક સારા કાર્ય કરવામાં આવ્યા હતા અને સાથે જ શિક્ષણ વ્યવસ્થા પણ અવ્વલ નંબરની બને અને સોરઠ પંથકનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટેની અણમોલ કોલેજ જૂનાગઢનાં આંગણે બનાવવામાં આવી હતી અને તેને બહાઉદ્દીન કોલેજ તરીકે ઓળખવામાં આવે છે. વઝીર બહાઉદ્દીનભાઇના નામની કોલેજને રાજ્ય સરકારે હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ હવે જૂનાગઢની ઐતિહાસિક ઓળખ સમા સ્થળો હવે જીવંત બની જશે.૧૮૯૭માં જેનો પાયો નંખાયો હતો એ બહાઉદ્દીન કોલેજમાં વર્ષ ૧૯૦૦થી અભ્યાસકાર્ય શરૂ થઇ ગયું હતું. તે સમયે આ કોલેજનું મુંબઈ યુનિવર્સિટિ સાથે જાેડાણ કરવામાં આવ્યું હતું. હાલ લગભગ ૧૯૬૪/૧૯૬૫,થી તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જાેડાયેલી છે તેના બિલ્ડિંગનું જૂની બાંધણીવાળું કલાત્મક માળખું, એ સમયનો એશિયાનો એકપણ પીલરના ટેકા વિનાનો સેન્ટ્રલ હોલ, વગેરે બાબતોને કાયમી ધોરણે જાળવી રાખવા માટે ખુદ રાજ્ય સરકાર જ કાર્યરત થશે. આ બિલ્ડિંગની ઇમારતની વિશેષતા એ છે કે, તેના મધ્ય ખંડ ૧૦૦ ફૂટ લાંબો અને ૬૦ ફૂટ પહોળો અને ઉંચી છત હોવા છત્તાં તેમાં એકપણ પીલર નથી. એ સ્થાનિક કારીગરની કોઠાસૂઝનો ઉત્તમ નમૂનો છે. વધુમાં બહાઉદ્દીન કોલેજનાં ઈમારતની ખાસ વિશેષતા જાેઈએ તો  ૨૫ માર્ચ, ૧૮૯૭ ના રોજ પાયા વિધી થઈ હતી, ૩ નવે. ૧૯૦૦ના રોજ શિક્ષણકાર્ય શરૂ થયું હતું, રૂા.૨.૫૦ લાખનો બાંધકામ ખર્ચ થયો હતો, ૧૯૦૧માં બહાઉદ્દીન કોલેજનું મુંબઇ યુનિવર્સિટી સાથે જાેડાણ થયું હતું, ૯૭ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે દાખલ થયા હતા, ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થનાર જે.એલ. સાઠ હતા, કોલેજમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, ફારસી, ફ્રેન્ચ, તત્વજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્રનો, પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ હતો, પ્રથમ પ્રિન્સિપાલ માર્શ હેસ્કેથ હતા, જેઠાભાઇ ભગાભાઇ મિસ્ત્રીએ ઇમારતનું બાંધકામ કર્યું હતું, પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોનાં દાદા શાહનવાઝ ભુટ્ટોએ બહાઉદ્દીન કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું ઉપરાંત ઝવેરચંદ મેઘાણી, ગૌરીશંકર જાેષી (ધૂમકેતુ), મનોજ ખંડેરિયા, શૂન્ય પાલનપુરી, રાજેન્દ્ર શુક્લ, ગિરીજાશંકર આચાર્યએ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. વધુમાં બહાઉદ્દીન કોલેજનાં પ્રિન્સિપાલ ડો. પી. વી. બારસિયાએ જણાવ્યું હતું કે, બહાઉદ્દીન આર્ટસ કોલેજના બિલ્ડિંગની મરામતની વાત ૨ વર્ષથી ચાલતી હતી. અને ૨.૫ કરોડ સુધીની મર્યાદામાં કામો સુચવવાની પ્રપોઝલ ઉચ્ચ શિક્ષણ વિભાગે મંગાવી છે. અમે આ માટે જૂનાગઢ સ્ટેટ પીડબલ્યુડીનો સંપર્ક કર્યો છે. ત્યાંથી પ્રપોઝલ આવ્યા બાદ શિક્ષણ વિભાગને મોકલાશે. જેમાં ખાસ કરીને હાલ ઉપરના માળે છતમાંથી પાણી પડતું હોઇ તેની મરામત, ખવાઇ ગયેલા બારી બારણાંનું રીપેરીંગ, ટોઇલેટ બ્લોકની નીચેના ભાગે પથ્થરમાં લૂણો લાગ્યો હોઇ તે કાઢવા સહિત હેરિટેજ પ્લાસ્ટરના કામો કરાશે.

૧૯૮૨માં સાયન્સ-આર્ટસ કોલેજ જુદી થઇ

બહાઉદ્દીન કોલેજનાં પ્રિન્સિપાલ(બહાઉદ્દીન સાયન્સ કોલેજ) ડો. રાજેશ પી. ભટ્ટએ જણાવ્યું હતું કે, ૧૯૦૦માં જ્યારે આ કોલેજમાં શિક્ષણ શરૂ થયું ત્યારથી આર્ટસ અને સાયન્સ કોલેજ એક જ હતી. પણ ૧૯૪૨માં સાયન્સ લેબોરેટરી અને રસાયણશાસ્ત્ર વિષય માટે હાલની સાયન્સ કોલેજનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. એ વખતે તેનું નામ અબ્દુલ કાદીર બ્લોક હતું. જ્યારે ૧૯૮૨માં આર્ટસ અને સાયન્સ બંને કોલેજાે જુદી બનાવી દેવાઇ. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ચાર યુનિવર્સિટીમાં કાર્યક્ષેત્રમાં રહી ચૂકી છે જેમાં બોમ્બે યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!