પડતર પ્રશ્નોને લઈ શરૂ કરાયેલ આંદોલનના આજે છેલ્લા દિવસે શિક્ષકોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યા

0

શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કાના સાત દિવસના આંદોલનના છેલ્લા દિવસે એટલે કે શનિવારે શિક્ષકો દ્વારા શાળા સમય બાદ જિલ્લા કક્ષાએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમ બાદ પણ જાે પ્રશ્નોના ઉકેલની ખાતરી નહીં મળે તો આગામી દિવસોમાં વધુ જલદ આંદોલન શરૂ કરવામાં આવશે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રમેશ ચૌધરી તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ મિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ચાલી રહેલા જલદ આંદોલનના સાતમા દિવસે એટલે કે શનિવારે શાળા સમય બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સભ્યો જિલ્લા કક્ષાએ આશ્ચર્યજનક કાર્યક્રમ કરશે. પ્રથમ તબક્કાના આ કાર્યક્રમ બાદ સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો રાજ્ય કારોબારી દ્વારા બીજા તથા ત્રીજા તબક્કાના આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!