સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ કહ્યું કે, દેશમાં જજાેને હાનિ પહોંચાડવાની એક નવી પ્રથા શરૂ થઈ ગઈ છે. જાે લોકોને એમની પસંદગીનો આદેશ નથી મળતો તો તેઓ ધમકીઓ આપે છે અને વધુમાં જ્યારે જજાે આ અંગે સીબીઆઈ અથવા આઈબીને ફરિયાદ કરે છે ત્યારે તેઓ પણ જજાેને મદદ નથી કરતા. સીજેઆઈ રમન્નાએ કહ્યું કે, મારા કથનમાં હકીકતો છે અને હું જે કહી રહ્યો છું એ ખૂબ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું. સુપ્રીમ કોર્ટની બેન્ચમાં એમની સાથે જજ સૂર્યકાંત પણ હતા. એમણે કહ્યું કે, જે કેસોમાં ગેંગસ્ટરો અથવા હાઈ પ્રોફાઈલ ગુનેગારો સામેલ હોય છે એ કેસોમાં તેઓ જજાેને શારીરિક અને માનસિક હાનિ પહોંચાડવાની ધમકીઓ આપે છે અને અમુક લોકો જેમની તરફેણમાં ચુકાદા નથી આવતા તેઓ સોશિયલ મીડિયામાં જજાેને બદનામ કરાતા મેસેજાે મૂકે છે અને ખોટા આક્ષેપો મૂકી એમની છબી બગાડે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews