“ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સ” માટેના કોર્ષની સાતમી બેંચનો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે શુભારંભ

0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિની પ્રેરણાથી વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તા.૯મી ઓગસ્ટથી તા.૨૬મી ઓગસ્ટ સુધી ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય સર્ટીફિકેટ કોર્ષ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સની સાતમી બેંચનો શુભારંભ કુલપતિ ડો. વી.પી. ચોવટીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી કુલપતિ, ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યું હતું કે, આ કોર્ષ યુવા ફર્ટીલાઇઝર ડીલરોના જ્ઞાનમાં ચોકકસ વધારો કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. તેમજ તાલીમાર્થીઓને પોષક તત્વોના વ્યવસ્થાપન અંગેની જાણકારી તેમજ વાપરવાની વૈજ્ઞાનિક પધ્ધતિ, લીકવીડ ફર્ટીલાઇઝર, બાયો ફર્ટીલાઇઝર તેમજ નેનો ફર્ટીલાઇઝરની સમજણ અને તે મુજબ રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ જેવા વિષયોનું વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમનો ડીલરો શકય તેટલો લાભ લઇ અને ખેડૂતોના માર્ગદર્શક ચોકકસ બને તેવો અનુરોધ કર્યો હતો.  આ કોર્ષ દરમ્યાન તાલીમાર્થીઓને મળેલ જ્ઞાન થકી ખેડૂતોના પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન મળશે તેવી આશા વ્યકત કરી હતી. ડો. એચ.એમ. ગાજીપરા, વિસ્તરણ શિક્ષણ નિયામકએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હંમેશા સૌરાષ્ટ્રના ખેડૂતોના કૃષિ વિષયક જ્ઞાનમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ તાલીમ કાર્યક્રમમાં સર્વે તાલીમાર્થીઓને તજજ્ઞો તરફથી આપવામાં આવતા કૃષિ વિષયક જ્ઞાનથી તેમના જ્ઞાનમાં ચોકકસ વધારો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ તકે અરવિંદભાઇ ટીંબડીયા, સેક્રેટરી, એગ્રો ઇનપુટ એસોસીએશન, ન્યુ દિલ્હીએ જણાવ્યું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોના હિતમાં કોવિડ-૧૯ની સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે આ કોર્ષ શરૂ કરવામાં આવેલ છે. તેમની આ પહેલને તેમણે આવકારી હતી અને એસોસીએશન વતી અભિનંદન પાઠવ્યા હતા.  આ તાલીમ કાર્યક્રમમાં સર્વે તાલીમાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતાં જ્ઞાનને ખેડૂત ભાઇઓ સુધી પહોંચાડે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ તકે ઇન્ચાર્જ આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય તથા પ્રાધ્યાપક અને વડા, કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ, ડો. એસ.જી. સાવલીયા પણ ઉપસ્થિત રહી અને આ કોર્ષની રૂપરેખા આપી હતી. આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એચ.સી. છોડવડીયા, ડો. વી.જે. સાવલીયા, પ્રો. પિન્કીબેન શર્મા તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન ડો. એચ.સી. છોડવડીયાએ કર્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!