વર્લ્ડ લાયન ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સિંહપ્રેમી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટ્વીટ કરીને તથા વીડિયો મેસેજ દ્વારા ભારતમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અનુરોધ કર્યો છે. સમગ્ર વિશ્વમાં એશિયાટીક અને તેમાંય ગીરના સિંહની ખ્યાતિ ફેલાયેલી છે. સિંહોના સંવર્ધન, સંરક્ષણ માટે પરિમલભાઈએ રાજ્યસભામાં સરકાર સમક્ષ સૂચનો રજુ કર્યા હતાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સિંહના મહત્ત્વને ધ્યાને લઈને ‘પીએમ પ્રોજેક્ટ લાયન વિઝન’ની જાહેરાત કરી અને તે દિશામાં સરકારે કાર્ય શરૂ કર્યું છે. પરિમલભાઈના સિંહ પ્રેમથી સૌ પરિચિત છે અને તેઓ ગીરના સિંહ પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. તેમણે ટ્વીટરમાં જણાવ્યું છે કે, અન્ય વન્ય પ્રાણીઓ પણ છે, પણ સિંહ લુચ્ચુ પ્રાણી નથી ! પરિમલભાઈનો વીડિયો સંદેશ દ્વારા પણ આ પ્રકારની લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. તેઓએ સિંહોને મહત્ત્વ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા પ્રયાસો અને પ્રોજેક્ટ આવકારવાની સાથે સાથે વીડિયો સંદેશમાં ટ્વીટ દ્વારા અપાયેલો સંદેશ વિસ્તારપૂર્વક સમજાવી છે. તેમણે કહ્યું છે કે, આપણે કયું પ્રાણી શ્રેષ્ઠ છે એમાં પડવું નથી, પરંતુ સિંહને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની પ્રબળ લાગણી જ વ્યક્ત કરી છે. સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની લાગણી વ્યક્ત કરતો પરિમલભાઈને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews