કોરોનાની મહામારીના કપરા સમયમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સર્વ જ્ઞાતિની ત્રીસમી દીકરીના આદર્શ લગ્ન સંપન્ન

0

જૂનાગઢમાં દેવીપૂજક સમાજની દીકરી શોભાબેન મનસુખભાઇ ઠાકોરના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંસ્થાના  સત્સંગ હોલ ખાતે તા.૮-૮-૨૧ને રવિવારના રોજ સંસ્થા તેમજ દાતાઓના સહકારથી આદર્શ લગ્ન કરાવી  આપી કરિયાવરમાં સોનાનો દાણો, ખુરશી તેમજ જરૂરી ૪૮ જેટલી ચીજવસ્તુઓ આપી દીકરીને સાસરે વળાવી હતી. મનસુખભાઇ  મહાદેવ હર દ્વારા ૧૧ સોનાના દાણા દરેક દીકરીઓને આપવામાં આવશે. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ તેમજ તેમના ટ્રસ્ટી સભ્યોએ ખાસ કાળજી લીધી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુકબાપુ, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, નાગભાઈ વાળા, કનકભાઈ ગગલાની, ગાંડુભાઈ ઠેસીયા, અલ્પેશભાઈ પરમાર, સંજીવભાઈ મહેતા, કિશોરભાઈ ચોટલીયા, કે.કે. ગોસાઈ, જેન્તીભાઇ બ્રહ્માણી, ભીખુભાઇ ગોહેલ, પ્રજ્ઞેશભાઈ વાજા, પુષ્પાબેન પરમાર, સરોજબેન જાેષી, પ્રવીણભાઈ જાેષી,   મનોજભાઈ સાવલિયા વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!