જૂનાગઢમાં રીક્ષામાં બેસાડી નિવૃત આરએફઓનાં પેન્ટનાં ખીસ્સામાંથી રૂા.૩૮,પ૦૦ની ચોરી

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક રીક્ષામાં નિવૃત આરએફઓનાં ખીસ્સામાંથી રોકડ રકમ કાઢી લઈ ચોરી કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. નિવૃત આરએફઓ રમેશચંદ્ર મુળજીભાઈ પરમાર (ઉ.વ.૯૦)એ એક લીલા કલરની રીક્ષામાં બેઠેલા અજાણ્યા પેસેન્જર સામે એવી ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પોતાના રૂપિયા બેંકમાં જમા કરાવવા માટે ઘરેથી નીકળેલ અને પગપાળા ભૂતનાથ ફાટક આગળ પહોંચતા એક લીલા કલરની ઓટો રીક્ષા થ્રી-વ્હીલ રીક્ષા ચાલકે પોતાની રીક્ષા ઉભી રાખી અને ફરીયાદીને રીક્ષામાં બેસાડેલ દરમ્યાન રીક્ષામાં બેસેલ અજાણ્યા મુસાફરોએ ફરીયાદીની નજર ચુકવી અને તેના પેન્ટનાં ખીસ્સામાં રહેલ રોકડ રૂા.૩૭૦૦૦ તેમજ પોકેટમાં રહેલા રૂા.૧પ૦૦ મળી કુલ રૂા. ૩૮,પ૦૦ની ચોરી કર્યાનો બનાવ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!