જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાનો એકપણ કેસ નોંધાયેલ નથી તેમજ કોઈ વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ નથી અને કોઈ મૃત્યું નોંધાયેલ નથી. આ સમાચાર વાંચીને હરખાઈ જવાની જરૂર નથી કારણ કે ત્રીજી લહેરની આશંકાથી લોકોમાં હજુ ભયની લાગણી ફેલાયેલ છે. પરંતુ જાે આપણે સાવચેતી રાખશું તો ત્રીજી લહેર સામે ઝીંક ઝીલી શકીશું. તાજેતરમાં સાતમ-આઠમનાં તહેવાર આવી રહયા છે ત્યારે અત્યારથી જ લોકોએ બહાર જવા માટેનું આયોજન કરેલ છે ત્યારે જાે ફરવાલાયક સ્થળે અનેક લોકો ભેગા થશે તો ત્રીજી લહેરને રોકવી બહુ મુશ્કેલ બનશે. અગાઉ બે લહેરમાં લોકોએ કોરોનાનો ભયંકર અનુભવ કરેલો છે. અને લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં લોકોએ મુકાઈ જવુ પડયું હતું. અનેક લોકોનાં ધંધા-રોજગારને અસર થઈ હતી. આ કળમાંથી હજુ લોકો બહાર આવી રહયા છે ત્યાં ત્રીજી લહેરની શકયતાની ઘંટડીએ લોકોને સજાગ રહેવા ચેતવણી આપી હોવા છતાં લોકો અગાઉનાં કોરોનાનો ભય ભુલી ગયા હોય તેમ વર્તી રહયા છે. હવે લોકોએ જ સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે. અને વેકસીનનાં બે ડોઝ સમયસર લઈ કોરોનાને આપણે ઘરે દસ્તક દેતા અટકાવવો તે આપણી ફરજ બની ગઈ છે. હાલ ઓનલાઈન શિક્ષણથી ઘણાખરા બાળકોને કોઈ ટપ્પા પડતા નથી અને વાલીઓ મોંઘો ફોન લેવા મજબુર બની રહયા છે. ખાસ કરીને કોવીડની ત્રીજી લહેર વિષે ગેરમાન્યતાઓ અને હળવાશથી લેવાની ટેવ વિષે લોકોએ સાવચેત થવાની ખાસ જરૂર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews