જૂનાગઢમાં રાજયકક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને લઈ ગુનેગારોનું લીસ્ટ બનાવી પોલીસનું સઘન કોમ્બીંગ

0

આગામી ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવનાર હોય, મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની પોલીસને સતર્ક કરી, આગોતરૂ આયોજન કરી, કાર્યવાહી આરંભી દેવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને અવાર નવાર શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવા, હોટલ ધાબા ચેક કરવા, અવાવરૂ જગ્યાઓ ચેક કરવા, પ્રોહીબિશન અને જુગારના બુટલેગરોને ચેક કરવા તેમજ કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરાવવા માસ્ક, જાહેરનામા ભંગ વિગેરે કેસો કરવા ખાસ સૂચનાઓ કરી, ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.  ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડ સહિતની ટીમો પણ ખાસ તૈનાત કરી, કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આઈ. રાઠોડ, સી ડિવિઝનના પીએસઆઇ જે.જે. ગઢવી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડીયા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી. ચુડાસમા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ. વાળા તથા સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના આશરે ૧૨ જેટલા પોલીસ અધિકારીઓ તથા ૭૦ જેટલા સ્ટાફના માણસોના વિશાળ કાફલા સાથે સુખનાથ ચોક, નાથીબુ મસ્જિદ  વિસ્તાર તથા દાતાર રોડ તેમજ ખાડીયા વિસ્તારમાં ભૂતકાળમાં ચોરી, લૂંટ, ખૂન, મારામારી, જુગાર, દારૂ જેવા ગુન્હાઓમાં પકડાયેલા ગુન્હેગારોનું લિસ્ટ બનાવી કોમ્બિંગ કરી, સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જૂનાગઢ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા યોજવામાં આવેલ કોમ્બીંગ દરમ્યાન સુખનાથ ચોક તથા દાતાર રોડ વિસ્તારમાં ભૂતકાળમાં ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ અને જાણીતા ગુન્હેગારોના ઘરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા, ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓ અને જાણીતા ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો હતો. તાજેતરમાં જૂનાગઢ પોલીસ દ્વારા ચેક પોષ્ટ શરૂ કરી, સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા અને પોલીસની સતર્કતામાં વધારો થતાં, લૂંટ અને મારામારીના ગુન્હા બન્યા બાદ તુરત જ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ હતા તેમજ પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે વિદેશી/દેશી દારૂ ભરેલ કારને જૂનાગઢ ખાતેથી પીછો કરી, વંથલી તથા મેંદરડા ખાતેથી પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં  જૂનાગઢ ખાતે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનના રાજયકક્ષાના કાર્યક્રમના અનુસંધાને ગુન્હેગારોને અંકુશમાં લેવા જુદા જુદા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ અન્વયે કોમ્બીંગ કરી, કાર્યવાહી શરૂ કરવામાં આવતા, ભૂતકાળમાં પકડાયેલ ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. ભવિષ્યમાં પણ જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકીંગ અને કોમ્બીંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવશે, એવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!