જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીનાં આગમનને આવકારતા દૂધ સંઘનાં ચેરમેન રામશીભાઈ ભેટારીયા

0

જૂનાગઢ ખાતે દેશનાં ૭પમાં સ્વાતંત્ર્ય દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં પધારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જૂનાગઢ દૂધસંઘ-સાવજ ડેરીનાં ચેરમન રામશીભાઈ ભેટારીયા સહર્ષ આવકારે છે અને તમામ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. આ તકે વિશેષમાં તેઓએ જણાવે છે કે, જૂનાગઢ દૂધસંઘ જીલ્લાનાં પશુપાલકોની સામાજીક અને આર્થિક પ્રગતિમાં જીવાદોરી સમાન છે. ગત વર્ષમાં અલગ-અલગ ક્ષેત્રે આ વિસ્તારનાં વિકાસમાં મહત્વનો ભાગ ભજવતા પર્યાવરણ ક્ષેત્રે ઉત્થાન હેતુ વૃક્ષારોપણ કામગીરી કરેલ જેનાં પ્રોત્સાહન રૂપે અમુલ દ્વારા ‘ગ્રીન ગુજરાત’ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત તાઉતે વાવાઝોડા જેવા આફત સમયે જૂનાગઢ દૂધસંઘ અડીખમ ઉભા રહી ઉના અને કોડીનાર વિસ્તારમાં તાત્કાલીક ધોરણે કુડ પેકેટ પહોંચાડેલ તેમજ મંડળીઓમાં અમુલ પાવર દાણ અડધા ભાવે પશુપાલકોને આપી તેમની આજીવિકાની નિરંતરતા સુનિશ્ચિત કરેલ છે. હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત આ દૂધસંઘ દ્વારા રૂા.૮૦ કરોડનાં ખર્ચે તૈયાર કરેલ અદ્યતન પ્લાન્ટમાં દૂધ, દહી, છાશ, ઘીનું પેકિંગ થાય છે તેમજ ટુંક સમયમાં આ જીલ્લાને પનીર પ્લાન્ટ પણ ભેટ મળશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પશુપાલકોનાં હિતાર્થે દૂધ પાઉડરમાં જંગી સબસીડી આપવામાં આવેલ છે તેમજ સંસ્થાને કલમ-૭૧ની તાત્કાલિક મંજુરી પણ આપેલ હતી. આ સંસ્થા દ્વારા સરકારની મહતવાકાંક્ષી યોજના ‘સ્વરોજગારી’ હેતુ ૧ર દૂધવાળા પશુ ખરીદી વ્યાજ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને કેટલ શેડ, મિલ્કિંગ મશીન, ચાફકટર ખરીદીની સહાય આપેલ છે. ઉપરાંત દૂધસંઘ દ્વારા કન્યા કેળવણી નિધિમાં રૂા.૭,૭૦,૧૧૧ અનુદાન આપેલ તેમજ દર વર્ષે ૧પમી ઓગસ્ટ તેમજ ર૬મી જાન્યુઆરીનાં ઉપક્રમે થતાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમામ કૃતિઓને પ્રોત્સાહક ભેટરૂપે રોકડમાં દૂધસંઘ દ્વારા આપવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!