માણાવદર તાલુકાનાં ભીતાણા ગામનાં મોહનભાઈ અરજણભાઈ મોકરીયા(ઉ.વ.૬પ)એ મહિયારી ગામનાં વિરમભાઈ પરબતભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને પૈસાની જરૂરત પડતા આરોપી પાસેથી લેવાનું નક્કી થયેલ હોય જે ફરિયાદીની જમીનનાં જંત્રી મુજબ થતા રૂપિયા લેવાનાં હોય જેથી આરોપીનાં કહ્યા મુજબ ફરિયાદીએ વિશ્વાસમાં આવી જઈ નાણાંની સીકયુરીટી પેટે પોતાનાં માલિકીની ભીતાણા ગામની ખેડ નં.-પપ૯થી રે.સ.નં-૩૪૬થી હે.૧-૪-૯-૩૮ની જમીનનો તા.પ-૭-ર૦૧૯નાં રોજ દસ્તાવેજ નં.-૮૧૬/૧/૧૩થી રૂા.પ,પ૦,૦૦૦નો અઘાટ વેંચાણ દસ્તાવેજ આરોપીને કરી આપી આ દસ્તાવેજમકાં આરોપીએ મહિયારી દેના બેંકનાં ચેક નં.પ૦૮૩૦૪નો ચેક ફરિયાદીને આપેલ હોવાનો ઉલ્લેખ દસ્તાવેજમાં કરી અને આ ચેક દસ્તાવેજ થઈ ગયા બાદ ફરિયાદીને આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો જેને લઈને ફરિયાદી મોહનભાઈએ અઘાટ વેંચાણ દસ્તાવેજ કરી આપેલ અને આ જમીન આરોપીનાં નામે થઈ ગયેલ ત્યાં સુધી દસ્તાવેજ જણાવેલ ચેક કે ચેકમાં જણાવેલ અવેધ ફરિયાદીને નહી આપી તથા આપવાની ના પાડી દઈ વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બાંટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews