ગીરનાર આરોહણ, અવરોહણ સ્પર્ધાનાં ભુતપૂર્વ રેકોર્ડ હોલ્ડર વિજેતા અને નિવૃત મામલતદાર દેવકુમાર આંબલીયાનું દેશનાં ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની જૂનાગઢ ખાતેની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીનાં હસ્તે તેઓનું વિશેષ સન્માન કરાશે. જૂનાગઢ ખાતેનાં સુપ્રસીધ્ધ ગરવા ગીરનાર પર્વત ઉપર સને ૧૯૭૧થી શરૂ થયેલી ગીરનાર આરોહણ, અવરોહણ સ્પર્ધામાં તા.રપ-૧૧-૧૯૭૯નાં દિને પ૬ મીનીટનો રેકોર્ડ તેઓએ સ્થાપ્યો હતો અને તેઓએ ૧૯૮પ સુધીની સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા. આ ઉપરાંત સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા આયોજીત દાતાર સ્પર્ધામાં પણ તેઓ ત્રણ વખત વિજેતા રહ્યા હતા. વિવિધ રમત-ગમત સ્પર્ધાઓમાં સફળતાને વરેલા દેવકુમાર આંબલીયાએ ગીરનાર સ્પર્ધાનું આયોજન રાજય સરકાર દ્વારા થાય તે માટે નવી રૂપરેખા તૈયાર કરી હતી. ૧૯૯૬માં પ્રોજેકટ રીપોર્ટ મંજુર થયો હતોે. ત્યારબાદ સને ર૦૦૭થી રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર સ્પર્ધા યોજાય છે અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું છે. દેવકુમાર આંબલીયાની ગીરનાર આરોહણ સ્પર્ધા માટે તેઓની સેવા તેમજ તેઓનો યોગદાનને ધ્યાને લઈ સફળ રમતવીરને રમત-ગમત ક્ષેત્રનાં યોગદાન બદલ આવતીકાલે સન્માનીત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews