જૂનાગઢના કાઠી કન્યા વિદ્યાલયના શિક્ષક જીતુભાઈ ખુમાણની ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનાં એવોર્ડ માટે પસંદગી થઈ છે. જીતુભાઈ ખુમાણ એ જૂનાગઢના એક આદર્શ અને કર્મઠ શિક્ષક છે અને તેઓ અનેક સંસ્થાઓમાં જાેડાયેલા છે. રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ, ભારત વિકાસ પરિષદ, ઇતિહાસ સંકલન સમિતિ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ જૂનાગઢના શિક્ષણના ક્ષેત્રમાં તેમનું અનન્ય યોગદાન રહ્યું છે. તેમજ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે હંમેશા માર્ગદર્શક રહ્યા છે અને એક તજજ્ઞ તરીકે તેમની સેવા કાયમને માટે રહી છે. તેમજ તેઓ એક સારા વક્તા અને લેખક છે. જૂનાગઢની અનેક સંસ્થાઓ સાથે જાેડાયેલા છે અને આ સંસ્થાઓમાં પણ તેમનું હર હંમેશ યોગદાન રહ્યું છે. સામાજિક ક્ષેત્રે પણ તેમની કામગીરી પ્રશંસનીય રહી છે અને તેમનાં માર્ગદર્શનથી અનેક વિદ્યાર્થીઓ આજે સફળતાની ટોચ ઉપર બેઠા છે. જીતુભાઈ ખુમાણનું એક મોટીવેશનલ સ્પીકર તરીકે પણ અનન્ય યોગદાન રહ્યું છે. તેમજ તેઓ ઇતિહાસ વિષયમાં પી.એચ.ડી સંશોધન કાર્ય કરી રહ્યા છે. ત્યારે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમની પસંદગી થતા તેમના ઉપર ચારે બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જીતુભાઈ ખુમાણે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવીને સમગ્ર કાઠી સમાજનું અને સમગ્ર જૂનાગઢનું નામ ગુજરાતમાં રોશન કર્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews