દ્વારકામાં આગામી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં મુખ્યમંત્રી સહપરિવાર હાજર રહેવાની ચર્ચા

0

 

આ મહિનાના અંતમાં ૩૦મી ઓગસ્ટને શ્રાવણ વદ આઠમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીની ઉજવણી આ વર્ષ સમગ્ર રાજ્યભરમાં કોરોના મહામારીના સતત ઘટતા કેસો વચ્ચે ત્રીજા વેવની સંભાવના જાેતા કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન વચ્ચે યોજાય તેવી સંભાવનાઓ જાેવાઇ રહી છે. આ સાથે કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ઠાકોરજીના જન્મોત્સવને વધાવવા આ વખતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સહપરિવાર દ્વારકા પધારે તેવી સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા પણ દ્વારકા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવા આંતરિક તૈયારીઓ શરૂ કરેલી હોય તેવું જણાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!