વેરાવળના મંડોર ગામે હિરણ નદીના કાંઠેથી પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળી આવ્યો

0

સિંહ દિવસની ઉજવણી સમયે જ ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ તાલુકાના મંડોર ગામ નજીક હિરણ નદી કાંઠેથી પાંચથી સાત વર્ષીય સિંહનો મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.  આ બનાવ અંગે જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કોહવાય ગયેલા સિંહના મૃતદેહને કબ્જે લઇ મૃત્યુનું કારણ જાણવા પીએમ અર્થે ખસેડી નમુના લઇ એફએસએલમાં મોકલવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. રાજયમાં સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ બે દિવસમાં ગીર સોમનાથ જીલ્લાના જુદા જુદા સ્થળોએથી એક સિંહણ અને એક સિંહના મૃતદેહો મળી આવતા સિંહપ્રેમીઓમાં રોષ વ્યાપેલ છે. ત્યારે વેરાવળ તાલુકાના મંડોર ગામે આવેલ હિરણ નદીના કાંઠે મૃત સિંહનો મૃતદેહ તરતો જાેવા મળેલ હતો. જે અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર ઓફીસર સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. જયાં નદીના કાંઠે પાણીમાં તરતા સિંહના કોહવાઇ ગયેલ મૃતદેહનો કબ્જાે લઇ તપાસ હાથ ધરી હતી. બાદમાં સિંહના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો.  આ અંગે વેરાવળ રેંજના આરએફઓ એચ.ડી. ગળચરે જણાવેલ કે, મૃત હાલતમાં મળી આવેલ સિંહ નર અને પાંચથી સાત વર્ષનો છે. સિંહ ગીર જંગલમાં વસવાટ કરતા કોઇ ગ્રુપનો છે. મૃતદેહ મળી આવ્યાના બેએક દિવસ પહેલા કોઇ સમયે સિંહનું મૃત્યું થયાનું પ્રાથમીક અનુમાન છે. સિંહનો મૃતદેહ કોહવાઇ ગયેલ હોવાથી મોતનું કારણ સ્પષ્ટ થયું નથી. જેથી સિંહના મૃતદેહમાંથી નમુના લઇ એફએસએલમાં મોકલવામાં આવેલ છે. જયાંથી રીપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.  અત્રે નોંધનીય છે કે, એક તરફ તા.૧૦ ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. એેવા સમયે જ ગીર સોમનાથ જીલ્લામાં ઉપરા છાપરી બે દિવસમાં એક સિંહણ અને એક સિંહનો મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં રોષ જન્મ્યો છે. બે દિવસ પહેલા જીલ્લાના જામવાળા રેંજના ડોળાસા ગામના સીમ વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળ્યા બાદ વેરાવળ તાલુકાના મંડોર ગામે હિરણ નદીના કાંઠેથી સિંહનો મૃતદેહ મળ્યો છે. જે વન વિભાગ સિંહોની કેવી સારસંભાળ રાખે છે તેની પોલ ખોલી રહયાની ચર્ચા પ્રાણી પ્રેમીઓમાં શરૂ થઇ છે ત્યારે સિંહોના સંરક્ષણ પાછળ કરોડોના ખર્ચ પછી પણ સિંહો સલામત ન હોવાની લોકચર્ચા જાેર પકડી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!