સોમનાથ સાંનિધ્યે ત્રિવેણી સંગમઘાટે જાહેરનામા થકી ફરમાવેલા પ્રતિબંધ મામલે ઉભા થયેલ વિવાદનો ગઈકાલે ત્રીજા દિવસે સકારાત્મક ઉકેલ આવતા પ્રતિક ઉપવાસ ઉપર બેસેલા તીર્થ પુરોહિતોને આગેવાનોએ પારણા કરાવી આંદોલન સમાપ્ત કરાવ્યું હતું. આ વિવાદનો ઉકેલ લાવવા મામલે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં જુનુ જાહેરનામુ રદ કરી નવું જાહેરનામુ પ્રસિધ્ધ કરી હવેથી ત્રિવેણી સંગમ નદીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પીંડનું વિસર્જન કરી શકાશે જયારે અન્ય પૂજા સામગ્રી કે પુષ્પો સહિતની વસ્તુ્ઓ કે ખાદ્ય પદાર્થો નહીં પધરાવી શકાય તેવો ર્નિણય સર્વસંમિતિથી લેવાયો છે. સોમનાથ સાંનિધ્યે હિરણ, કપીલા અને સરસ્વાતી ત્રણ નદીઓના સંગમ એવા ત્રિવેણી સંગમઘાટ નદીમાં અસ્થિ વિસર્જન અને પીંડદાન સહિત પૂજાસામગ્રી પધરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ હતું. જેની બે દિવસ પૂર્વે સોમનાથ ટ્રસ્ટની સીકયુરીટીએ અમલવારી કરાવતા સ્થાનીક તીર્થ પુરોહિતો સાથે ઉગ્ર બોલાચાલી સાથે વિવાદ થયો હતો. જાહેરનામાના પ્રતિબંધના વિરોધમાં તીર્થ પુરોહિતો પરીવારજનો સાથે ત્રિવેણીઘાટ ઉપર ઉપવાસ બેસી ગયા હતા. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ ઉકેલ લાવવા મંથન કરી રહયુ હતુ. જેના ભાગરૂપે ગઈકાલે બપોરે ગીર સોમનાથ જીલ્લા કલેકટર આર.જી. ગોહિલે સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા અને સોમપુરા તીર્થ પુરોહિતો વતી મિલનભાઇ જાેષી, દુષ્યંતભાઇ ભટ સહિતનાઓ સાથે બેઠક કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews