આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં ૧પમી ઓગસ્ટની રાજય કક્ષાની ઉજવણી નીમિતે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સ્વાતંત્ર્યનાં આ પર્વ પ્રસંગે જૂનાગઢ જીલ્લાનાં બિલખા ગામનાં વતની અને આઝાદીની અનેક ચળવળો તેમજ જૂનાગઢ આરઝી હકુમતમાં પણ મહત્વનું યોગદાન આપનારા અને આઝાદી બાદ પણ પોતાનાં વતન બિલખાને કર્મભૂમિ બનાવી જરૂરીયાતમંદોને સહાયભુત બની જીંદગીનાં છેલ્લા શ્વાસ સુધી દેશ સેવા, રાષ્ટ્ર સેવા અને ગરીબ વર્ગની સેવા થકી આજીવન સેવાનાં ભેખધારી બિલખાનાં નાગ્રેચા દંપતિ સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાને શત શત વંદન… રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં આર્શીવાદ સાથે અંગ્રેજાે સામેની ચળવળ કવીટ ઈન્ડિયા, હીન્દ છોડો, સવિનય કાનુનભંગ, પીક પોકોટીંગ, પ્રભાત ફેરી જેવા કાર્યક્રમો આપી અને સ્વાતંત્ર્યની વિવિધ ચળવળોમાં શ્રી દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા(બિલખા) તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતિ વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાએ મહત્વનું યોગદાન આપેલ છે. દેશ સેવા અને રાષ્ટ્ર સેવા તેમજ ગરીબ વર્ગની નિસ્વાર્થ ભાવે સેવા થકી આઝાદીનો ઈતિહાસ રહ્યો છે. આ સાથે જ સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાએ જૂનાગઢની આરઝી હકુમતની લોકક્રાંતિમાં પણ આરઝી હકુમતનાં ગુપ્તચર કમાન્ડર તરીકે મહત્વની કામગીરી બજાવી અને ર૪ ઓકટોબર ૧૯૪૭નાં દિવસે ભેસાણ મથકનું અમરાપુર ગામ કબ્જે કરેલ હતું. સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાનાં સત્યનાં પંથે અને વતનને ખાતર મરી ફીટવાની જીંદાદીલીની કામગીરીમાં તેમનાં ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાએ સહકાર આપી અને આઝાદીની ચળવળોમાં સક્રિય ભૂમિકા ભજવી અને મહત્વનું યોગદાન આપ્યું છે. બિલખાનાં સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાની સેવાની ભાવનાને આજે પણ લોકો યાદ કરે છે. આ સાથે જ નાગ્રેચા પરિવારની સેવાની પરંપરા આજે પણ જીવંત છે. તેમનાં પોૈત્ર મહેન્દ્ર નાગ્રેચા બિલખાનાં સરપંચ તરીકે સેવા આપે છે. આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રચા તથા સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાને શત શત વંદન…
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews