ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી જૂનાગઢનાં મોંઘેરા મહેમાન

0

ભારતનાં ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની આવતીકાલે શાનથી ઉજવણી થવાની છે. ત્યારે ઐતિહાસીક નગરી એવા જૂનાગઢમાં ગુજરાત રાજય સરકારનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીને લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આજથી બે દિવસ માટે જૂનાગઢનાં મોંઘેરા મહેમાન બન્યા છે અને તેમનું અદકેરૂ સન્માન કરવામાં આવનાર છે. આઝાદીનાં અમૃત મહત્સવની ઉજવણી પ્રસંગે જૂનાગઢ શહેરનો અલોૈકીક શણગાર પણ કરવામાં આવેલ છે. જૂનાગઢમાં ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઇ રહી છે. ત્યારે જૂનાગઢ શહેરની ઐતિહાસિક ઈમારતો અને સરકારી કચેરીઓ રોશનીથી ઝગમગી ઉઠી છે. વર્ષો પછી જૂનાગઢ શહેરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી વખતે શહેરની ઈમારતો ઉપર લાઇટિંગ ગોઠવાતા લોકોમાં રોશની નિહાળવાનો ઉમંગ જાેવા મળી રહયો છે. ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઇને જૂનાગઢવાસીઓમાં અનોખો ઉત્વાહ જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય પર્વને પગલે શહેરની સરકારી ઓફિસો, મુખ્ય વિસ્તાર, સાર્વજનિક સ્થળો ઉપર કલર કામ બાદ આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં થનાર ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઇને તંત્ર દ્વારા શહેરની સરકારી કચેરીઓ કલેક્ટર ઓફિસ, તાલુકા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, એસ.પી. કચેરી, શામળદાસ ગાંધી ટાઉન હોલ, સર્કિટ હાઉસ, મહાબત મકબરા, સરદાર પટેલ દરવાજા, નરસિંહ સરોવર સહિતના ઐતિહાસિક સ્થળોના બિલ્ડીંગોને આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. વર્ષો પછી જૂનાગઢ શહેરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી વખતે શહેરની ઈમારતો ઉપર લાઇટિંગ ગોઠવાતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!