આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઈરાક સ્થિત કરબલાનાં રણમાં સત્યને ખાતર પોતાનાં પ્રાણોનું બલીદાન આપી દેનાર કરબલાનાં મહાન શહીદોની યાદમાં મુસ્લીમો દ્વારા છેલ્લા ૧૪૦૦ વર્ષોથી મોહર્રમ મનાવવામાં આવે છે. જેમાં ઈસ્લામ ધર્મનાં મહાન પૈગમ્બર હઝરત મોહંમદ સાહેબ(સ.અ.વ.)નાં દોહીત્ર હઝરત ઈમામ હુસેન અને તેમનાં ૭ર સાથીઓએ ઝુલ્મ, અત્યાચાર અને આતંકવાદનો સામનો કરતા શહાદત વ્હોરી લીધી હતી. તે શહાદતને સમગ્ર વિશ્વામાં મુસ્લીમ બિરાદરો દ્વારા તાજીયા, અલમ, સેઝ, શબીલ, વાઇઝ વગેરે પ્રકારનાં કાર્યક્રમો દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. જૂનાગઢ શહેર-જીલ્લામાં પણ ગઈકાલે મોહર્રમ માસની ૧૦ તારીખે યૌમે આશુરા મનાવવામાં આવ્યો હતો. જાેકે, આ વખતે કોરોના ગાઈડલાઈનને કારણે જૂનાગઢ શહેરમાં તાજીયાનાં ઝુલુશ બંધ રાખવામાં આવ્યા હતા તેને બદલે જેતે વિસ્તારનાં તાજીયા તેનાં નિયત સ્થળે જ રહ્યા હતા અને ત્યારબાદ દફન વિધી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. એસપી રવી તેજા વાસમ શેટ્ટીનાં આદેશ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ એ ડિવિઝન પીઆઈ એમ.એમ. વાઢેર, બી ડીવીઝન પીઆઈ એન.આઈ. રાઠોડ અને સી ડીવીઝન પીએસઆઈ જે.જે. ગઢવી તેમજ તમામ શહેર પોલીસ તંત્ર, ટ્રાફીક પોલીસ તંત્ર વગેરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી હતી. આ દરમ્યાન મુસ્લીમ આગેવાનો સેઝવાળા પીરઝાદા વસીમબાપુ કાદરી, કોર્પોરેટરશ્રી અદ્રેમાનભાઈ પંજા, અશરફભાઈ થઈમ, રાજુભાઈ સાંધ, એસ.આઈ. બુખારી, બટુકભાઈ મકવાણા, જીશાનભાઈ હાલેપોૈત્રા, વહાબભાઈ કુરેશી, રજાકભાઈ હાલા, મુન્નાબાપુ કાદરી (દાતારવાળા), સોહીલભાઈ સીદ્દીકી, સફીભાઈ સોરઠીયા, સાકીરભાઈ બેલીમ, લતીફબાપુ કાદરી, સમીરબાપુ કાદરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તંત્ર સાથે સંકલન જાળવ્યું હતું. શહાદતનું પર્વ શાંતી, કોમી એકતા અને ભાઈચારનાં સંદેશા સાથે સંપન્ન થયું હતું. મુસ્લીમ આગેવાનોએ તંત્રનો આભાર માન્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews