પૂજ્ય મોરારીબાપૂ સાથે યોગી આદિત્યનાથની મુલાકાત

0

હિંદુઓના પ્રસિદ્ધ તીર્થ સ્થાન નૈમિષારણ્યમાં આજથી પ્રખ્યાત રામકથા વાચક પૂજ્ય શ્રી મોરારી બાપૂની ૮૬૪મી રામકથાનો પ્રારંભ થયો છે. આ પહેલાં શુક્રવારે મોરારી બાપૂએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ૫ કાલીદાસ ખાતે તેમના સરકારી આવાસ ઉપર આત્મિય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીને શાલ ઓઢાડીને બાપૂનું સ્વાગત કર્યું હતું તથા તેમને સ્મૃતિ ચિહ્ન ભેટ કર્યું હતું. આ મુલાકાતમાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, બાપૂએ તેમનું સમગ્ર જીવન પ્રભુ રામને સમર્પિત કર્યું છે અને રાજ્ય તરફથી હું બાપૂને અભિનંદન પાઠવું છું. આ મુલાકાતમાં બાપૂને યોગી આદિત્યનાથજીએ ઉત્તર પ્રદેશના તમામ તીર્થ સ્થળના વિકાસના સંકલ્પથી અવગત કરાયા હતા. નૈમિષારણ્ય લખનઉથી ૮૦  કિમી દૂર સીતાપુર જિલ્લામાં ગોમતી નદીના કિનારે આવેલું પ્રસિદ્ધ હિંદુ તીર્થ છે. અહીં પૂજ્ય બાપૂની કથાનો પ્રારંભ થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!