કાલે પોરબંદરમાં પૂ. ભાઈશ્રીનાં જન્મદિન નિમિતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

0

પોરબંદર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો આગામી ૩૧ ઓગસ્ટનાં રોજ ૬૪મો જન્મ દિવસ હોય જે નિમિતે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતગર્ત આગામી તા.રપને બુધવાર આવતી કાલે સવારે ૯ઃ૩૦ થી ૧રઃ૩૦ કલાકે પોરબંદરનાં ફિજી છાત્રાલય વાઘેશ્વરી પ્લોટ ડો. જાડેજાની હોસ્પિટલ સામે વિનામૂલ્યે સુપર સ્ટેશ્યાલીટી નિદાન અને સરવાર કેમ્પ યોજાનાર છે. જેમાં નામાંકિત ડોકટરોની ટીમ સેવા આપશે. તેમાં ડો. તેજસ પંડયા(હૃદય રોગ નિષ્ણાંત) સિનર્જી હોસ્પીટલ રાજકોટ, સમીર લોઢીયા , નિતીન રામાણી, ડો. નિયતી ભલાણી, ડો. વિકી પેથાપરા, રાજકોટ અને જૂનાગઢ ચામડીનાં રોગનાં નિષ્ણાંત ડો. શ્યામ માકડીયા, ડો. મોહિત જાેષી, માનસિક રોગનાં નિષ્ણાંત પોરબંદર દાતને લગતા રોગનાં નિષ્ણાંત ડો. તેજસ ઠાકર સહિતનાં તબીબો સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ નામ નોંધવવા અને વધુ માહિતી માટે મો.૯૮રપ૭ ર૬૭ર૯, ૯પ૩૭૯ ૧પ૦પ૦, ૯૮રપપ૪૮૦૩૯ ઉપર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!