સરકારની નવી હોલમાર્ક પોલીસીનો ખંભાળિયામાં પણ વિરોધ, એસોસિએશન દ્વારા હડતાળ

0

સોનાના દાગીના ઉપર હોલમાર્કિંગ અને યૂનિક આઇડી એટલે કે એચ.યુ.આઈ.ડી.ને લઈને ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના દેશભરમાં ભારે રોષની લાગણી જાેવા મળી છે. જેના ફળ સ્વરૂપે ગઈકાલે સોમવારે ખંભાળિયાના સોના ચાંદીના વેપારીઓ તથા કારીગર એસોસિએશન દ્વારા એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી. ગત તારીખ ૧ જુલાઈથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા એચ.યુ.આઈ.ડી.ના નિયમોથી હોલમાર્ક લાયસન્સ ધરાવતા વેપારીઓને વ્યાપક અગવડ પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સરકાર દ્વારા થોડા સમય પૂર્વે ફરજિયાત પણે એચ.યુ.આઈ.ડી.ના કાયદાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સરકાર અને તંત્ર દ્વારા ગ્રાહકોને ટ્રેક કરવામાં આવતા હોવાની જ્વેલર્સની ફરિયાદ છે. જેને અયોગ્ય ગણવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં એચ.યુ.આઈ.ડી. માટેના પૂરતા સેન્ટરો નહીં હોવાના કારણે દાગીના તૈયાર કરવામાં આવે અને તેના એચ.યુ.આઈ.ડી. માટે મોકલવામાં આવે ત્યારે આ અઠવાડિયું રાહ જાેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેમાં ગ્રાહક આટલો સમય રાહ ન જુએ તો જવેલર્સ ધંધાને માઠી અસર પહોંચી શકે છે. દેશભરમાંથી આ કાયદાનો વ્યાપક વિરોધ ઉઠવા પામ્યો છે. જેમાં ખંભાળિયા સોના ચાંદી વેપારી, કારીગર એસોસિએશન દ્વારા પણ સખત વિરોધ કરવામાં આવ્યો છે. અહીંના આશરે ૨૦૦ જેટલા સોના-ચાંદીના વેપારીઓ– કારીગરોએ આજરોજ હડતાલ પાડી હતી અને એસોસિએશનના પ્રમુખ દીવુભાઈ સોની, દિલીપભાઈ ઘઘડા, નવનીતભાઈ મૂળજીભાઈ વારીયા, દિપકભાઈ ચોકસી સહિતના વેપારીઓની એક મિટિંગ યોજાયા બાદ આ મુદ્દે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડયા તથા જિલ્લા સાંસદ પૂનમબેન માડમને પણ સવિસ્તૃત લેખિત રજૂઆતો કરી, આ કાયદામાં અતિરેકના કારણે વેપારીઓના ધંધાને માઠી અસર પહોંચવા તેમજ નાની સરખી ભૂલ માટે આકરા દંડની જાેગવાઇથી વેપારીઓને વ્યાપક હાલાકી થશે તેવી દહેશત વ્યક્ત કરી છે. આ મુદ્દે વેપારીઓએ હોલમાર્કિંગને આવકાર્ય ગણાવ્યું છે. જ્યારે એચ.યુ.આઈ.ડી.નો કાળો કાયદો રદ કરવાની માંગણી કરવામાં આવી છે. આ આંદોલનનામાં ઓખામંડળનું સોની એસોસીએશન પણ જાેડાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!