ઉના તાલુકાનો યુવા ઉત્સવ દિનાંક ર૫-૮-૨૦૨૧ના રોજ શ્રી શાહ એચ.ડી. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં અ અને બ વિભાગની સાહિત્ય વિભાગની વક્તૃત્વ, નિબંધ, પાદ્પૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા છંદ ચોપાઈ, લોકવાર્તા, કલા વિભાગની સર્જનાત્મક, ચિત્રકલા અને સાંસ્કૃતિક વિભાગની લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રિય અભિનય, ભજન, સમૂહગીત, ઉક્ત તમામ સ્પર્ધામાં સ્પર્ધક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ડો. કે.જે. ગોસ્વામીએ ખુબ જહેમત ઉઠાવી હતી. ક્રિષ્નન મહેતા બ વિભાગના હળવું કંઠ્ય સંગીતમાં પ્રથમ અને મૃગનયની મહેતા અ વિભાગની હળવા કંઠ્ય સંગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા રહ્યા હતા. આ વિજેતાઓને શાળાના આચાર્ય કે.જે. ગોસ્વામીએ પુરસ્કાર અને પ્રમાણપત્ર અર્પણ કરી સત્કાર્યા હતા. કાર્યક્રમમાં સ્પર્ધક ભાઈ-બહેનોના ઉત્સાહ વર્ધન માટે નાયબ મામલતદાર ઉના, શાળાના ટ્રસ્ટીગણ તથા ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews