મીઠાપુર પાસેથી ગેરકાયદેસર ઇન્દ્રજાળ, શંખ સાથે ઝડપાયેલો શખ્સ જેલ હવાલે

0

ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાંથી વાઈલ્ડ લાઈફ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મીઠાપુર પંથકમાં રહેતા વિજય લખમણ પરમાર નામના ૫૦ વર્ષીય દેવીપૂજક આધેડને પ્રતિબંધિત એવા સી ફેન (ઇન્દ્રજાળ) અને શંખના જથ્થા સાથે બે દિવસ પૂર્વે દબોચી લેવામાં આવ્યો હતો. દરિયાઈ વન્યજીવ સૃષ્ટિ કે જે એક અમૂલ્ય વારસો ગણવામાં આવે છે, તેને વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ ૧૯૭૨ હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ ગાંધીનગરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર મેળવીને રાખવામાં આવેલા ૧૨૨ નંગ ઈન્દ્રજાળ તથા ૨૧૮ કિલોગ્રામ જુદા જુદા પ્રકારના શંખ તથા કોડીનો ૧૩ બાચકા જેટલો જથ્થો રાખવામાં આવતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આરોપી વિજય લખમણ પરમારની વિધિવત રીતે ધરપકડ કરી, ગઈકાલે બુધવારે સાંજે દ્વારકાની અદાલતમાં રજૂ કરી, વિવિધ મુદ્દે પાંચ દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આ માંગણી ગ્રાહ્ય રાખી ન હતી. ત્યારે આરોપી દ્વારા જામીન માટે અરજી મુકવામાં આવતા અરજી અદાલતે ફગાવી દઈ અને આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ પ્રકરણ બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પ્રકારની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મંગાવનાર તથા રાખનાર અન્ય ઈસમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!